Saturday, September 26, 2015

અનમોલ રતન છે દીકરી


૨૭મી સપ્ટેમ્બરે 'વર્લ્ડ ડોટર્સ ડે' છે નિમિત્તે ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલો લેખ તમારા સૌ સાથે શેર કરતાં મારી દિકરી નમ્યાને અર્પણ કરું છું...મૂળ લેખકની જાણ નથી પણ મને ખાતરી છે પણ ચોક્કસ એક દિકરીના પિતા હોવા જોઇએ અને મારી જેમજ તમે સૌ એમના વિચારો સાથે સહમત થશો...

***************************

વહાલી દિકરીને સો સો સલામ!

એક હાઇકુ લખી દઉં..

 દીકરી મારી,
વહાલનો દરિયો

સદા લાગે છે.

 To all fellow parents (specially fathers)  who have daughter(s):::::::::::
દુનિયામાં બધા , બાપ કરતાં માં ને વધારે મહત્વ આપે છે....કારણ...માં માં બન્યા પહેલાં એક દિકરી હોય છે.....

અને નાની હોય ત્યારે દિકરી હોય છે...પરણ્યા પછી દીકરી થઇ જાય છે...(દીન થઈ જાય છે)...Did you know that ?

અને પરણે ત્યારે શું ગુમાવે છે અને માં બને ત્યારે શું સહન કરે છે, શું ત્યાગે છે તે માટે વાંચો હ્ર્દય સ્પર્શી વાત.....

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ સમું ચબ ચબ બોલતી હોય, માનું મન રાખતી હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરી માં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામ માં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે ... જાન આવી ગઈ જાન આવી ગઈ. શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે ઘર માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્ર છાયા જેવો વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરની ને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે. માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય છે, ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. ત્યાગ ને મારા સો સો સલામ.... પિયરીયાનાતમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું લાવ્યા ? કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે માં-બાપ ઘર બાર પરિવાર ગામ બધું મૂકી ને આવી છે. વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે તેના સંસાર માંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના ઉદર માં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે. ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતા ના ઘરે હતી કોઈ ચિંતા હતી . હવે નવા ઘર માં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો ખ્યાલ રાખતા હોય છે. જેમ બાળક નો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો ઉચ્છેર મહેનત માંગી લે છે. દીકરી નો જન્મ થયા પછી પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલ માં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષ ને રડવા માટે ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું બોલ્યા સમજ્યા પહેલા દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા .... આવી પપ્પા આનું નામ દીકરી.

જેમને દીકરી હોય તે પિતાને હ્રદય નો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે. જયારે દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પા ને કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમ ને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી. તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પૂછે કે હે માજી ફલાણાભાઈ ની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ દીકરી.
સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી. પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે ભાભી તમે પપ્પા ને નહાવા માટે જરા માફકસર નું પાણી ગરમ આપજે. ભૈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો... આમ દિવસના હાજર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસો ના આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું નથી આવવા દીધું દીકરી ને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા લાડ તમને વૃદ્ધાવસ્થામાં ' લડાવશે. દીકરી બાપ ને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે પતિ માં એને પરમેશ્વર દેખાય છે. છેલ્લે ઈશ્વર ને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત . ખરેખર જેઓ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે.

પિતા પુત્રીના પ્રેમ ને મારા લાખ લાખ સલામ....
અનમોલ રતન છે દીકરી.........
('ઈન્ટરનેટ પરથી')

5 comments:

  1. Dikrine sada khushi aapta rahevani baapni lagni ne dikrini aankhma baap mate akhut prem... aa adbhut sambnadhne salaam.dikri e vhalapni VANSLI ne VAADLI chhe jya bhinash ne harmony bey chhe. dikri baap par ne baap dikri par varsi pade. ghanu aapyu hoy toy haji mari dikrine vadhu aapu.aapya j karu evu baapne thay chhe ne dikri pan evo lagnino lilochham chhod bani satat PREM ne KHUSI le chhe-aapya kare chhe.- Durgesh Oza Porbandar

    ReplyDelete
  2. અમારા પરીવારમાં ત્રણ ઘરોમાં એકેય દિકરી નથી પણ મારા ઘેર પુત્રી અવતરી છે અને તેની મને બેહદ ખુશી છે. મારા પિતા હાલ કચ્છથી મારા ઘેર આવ્યા છે અને તેમણે જ્યારે ઇન્ટરનેટ કોર્નરમાં દિકરી વિશેનો લેખ વાંચ્યો ત્યારે તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં. ખરેખર દિકરી અનમોલ રતન જ હોય છે અને આ લેખ ખુબ હ્રદયસ્પર્શી રહ્યો.
    - હિંમત પરમાર

    ReplyDelete
  3. દિકરી પરના ખુબ જ સુંદર લેખ માટે તમને ખુબ અભિનંદન!
    - ટી. કે. જસાણી

    ReplyDelete
  4. વર્તમાન સમય ને અનુરૂપ ' અનમોલ રતન છે દીકરી ' આપે ઇન્ટરનેટ પરથી શોધીને વાંચકો સુધી પહોચાડી તે બદલ આભાર.
    - પોપટલાલ વાધજી ગડા

    ReplyDelete
  5. ઇન્ટરનેટ કોર્નર માં 'અનમોલ રતન છે દિકરી' લેખ વાંચતા જ આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી કારણકે મારે પણ બે દિકરીઓ છે અને દિકરી પિતા ની જેટલી ચિંતા કરતી હોય છે તેટલી ચિંતા બીજુ કોઈ કરતું હોતું નથી.
    સુંદર લેખ બદલ આભાર.
    - જયસુખ એમ. ધામી

    ReplyDelete