Saturday, October 3, 2015

ક્યારેય વિચાર્યું છે?


આંખો તળાવ નથી
છતાં ભરાઈ આવે છે
દુશ્મની બીજ નથી
છતાં  રોપાય છે
હોઠ કપડા નથી
છતાં સિવાઈ જાય છે

કિસ્મત પ્રેયસી નથી
 છતાં  રિસાઈ જાય છે

બુદ્ધિ લોઢુ નથી
 છતાં  કટાઈ જાય છે

આત્મસન્માન શરીર નથી
 છતાં  ઘવાઈ જાય છે

અને
 માણસ મોસમ નથી

 છતાં બદલાઈ જાય છે...

 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઇન્ટરનેટ કોર્નરમાં 'ક્યારેય વિચાર્યું છે?' એક એવા અમૃતના પ્યાલા સમાન લેખ હતો જે પીતા કદીયે ન ધરાઈએ. નાની વાતો પણ અંતરમાં ઉતરી જાય એવી હતી. ઇન્ટરનેટ કોર્નરના અમૃતનો પ્યાલો અમે પીધે રાખીએ અને તમારી સફર સતત ચાલુ રહે એવા શુભાષિશ. ખુબ ખુબ અભિનંદન.
    - રાગિની પ્રણવ શુક્લ

    ReplyDelete