Sunday, September 20, 2015

ઇશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે...


જાણીતા કેન્સર નિષ્ણાત ડો.માર્ક મેડિકલ રીસર્ચ ક્ષેત્રે તેમના નોંધનીય ફાળા બદલ  તેમને એનાયત થનારો પુરસ્કાર મેળવવા અને ત્યાર બાદ યોજાનારી એક મહત્વની બેઠકમાં ભાગ લેવા હવાઈ સફર ખેડી બીજા શહેર તરફ જઈ રહ્યા હતા. તેઓ મહત્વની બેઠકને લઈને ખુબ ઉત્સુક હતા અને બને એટલું જલ્દી બીજા શહેર પહોંચવા અધીરા બન્યા હતા. તેમણે ખુબ લાંબા સમય સુધી અથાગ પરીશ્રમ કરી જે સંશોધન કાર્ય કર્યું હતું તેની ફલશ્રુતિ રૂપે આજે તેમને પુરસ્કારથી  નવાજવાના હતા, એનો પણ એમને મન વિશેષ આનંદ હતો. પણ તેમનું વિમાન આકાશે ચડ્યું તેના બે કલાક બાદ કોઈક તાંત્રિકી મુશ્કેલી ઉભી થતાં વિમાને તાકીદનું ઉતરાણ સૌથી નજીકના હવાઈ મથકે કરવું પડ્યું. ડો.માર્કને લાગ્યું હવે અગત્યની બેઠકમાં શી રીતે પહોંચાશે? તેમણે હવાઈ મથકે પૂછતા માલૂમ પડ્યુ કે ત્યાંથી હવે પછીની ફ્લાઈટ દસ કલાક પછીની હતી. ડો.માર્કને પહોંચવાનું હતું શહેર ત્યાંથી માત્ર ચાર કલાક દૂર આવેલ હોવાથી હવાઈમથક પરના સ્ટાફે તેમને કાર ભાડે કરી પોતે  હંકારી શહેર પહોંચી જવાનું સૂચન કર્યું. ડો.માર્ક પાસે બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો? તેમને લાંબા અંતર સુધી ડ્રાઈવ કરવું જરા પણ ગમતું હોવા છતા કમને તેમણે ગાડી ભાડે લીધી.
પણ નિયતિએ આજે શું ધાર્યું હતું? ડો.માર્ક ગાડી ચલાવતા થોડા આગળ વધ્યા હશે ત્યાં મોસમ બદલાયું અને ભયંકર આંધીતોફાન શરૂ થયું. મૂશળધાર વરસાદ તૂટી પડ્યો અને માર્ગ ચોખ્ખો દેખાતો હોવાને લીધે ડો.માર્ક તેમણે જે વળાંક લેવાનો હતો તે ચૂકી ગયા. ઉંધા રસ્તે ચઢી ગયા બાદ ભારે વરસાદમાં બે કલાક ગાડી હંકારતા હંકારતા ડો.માર્ક થાકીને લોથપોથ થઈ ગયા અને તેમને અતિ ભૂખ પણ લાગી.
નિર્જન રસ્તા પર તેઓ ક્યાંક કોઈ ઝૂંપડા કે માનવમાત્ર નો અણસાર શોધી રહ્યા. થોડી વાર બાદ તેમને એક જર્જરીત મકાન નજરે ચડ્યું. તે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ગાડીમાંથી ઉતર્યા અને ત્યાં જઈ એમણે મકાનનું બારણું ખખડાવ્યું. એક સુંદર સ્ત્રીએ બારણું ખોલ્યું. ડો.માર્કે પોતાની આપવિતી સંભળાવી સ્ત્રીને તેનો ફોન વાપરવા દેવાની માંગણી કરી.   સ્ત્રીએ ડો.માર્કને કહ્યું તેની પાસે ફોન કે કોઈ આધુનિક ઉપકરણ નથી. પણ તેણે ડોક્ટરને પોતાના ઘરમાં આવવા આમંત્રણ આપ્યું અને હવામાન સારૂં થઈ જાય ત્યાં સુધી રોકાઈ જવા સૂચન કર્યું.
                ભૂખ્યા,વરસાદના પાણીથી પૂરેપૂરા ભીંજાઈ ગયેલા અને થાકી ગયેલા ડોક્ટરે સ્ત્રીના આમંત્રણનો સ્વીકાર કર્યો અને તેઓ એના ઘરમાં દાખલ થયા.ભલી સ્ત્રીએ તેમને ગરમ ચા અને ખાવા થોડો નાસ્તો આપ્યો અને પછી તેણે ડો.માર્કને પોતાની સાથે પ્રાર્થનામાં જોડાવા આમંત્રણ આપ્યું.ડો.માર્કે સસ્મિત જણાવ્યું કે તેઓ ઇશ્વરમાં કે પ્રાર્થનામાં માનતા નથી,માત્ર કડી મહેનત કરવામાં વિશ્વાસ ધરાવે છે.
ખુરશીમાં બેસી ચા-નાસ્તો કરતા કરતા ડો.માર્કે જોયું કે મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં ઘરના એક ખૂણે એક ઘોડિયાની બાજુમાં બેસી સ્ત્રી અતિ ભાવપૂર્વક પ્રાર્થના કરી રહી હતી. જેવી એક પ્રાર્થના પતે કે સ્ત્રી પારણામાં સૂતેલા પોતાના બાળકના માથે વહાલ પૂર્વક હાથ ફેરવતી અને ફરી પાછી બીજી પ્રાર્થનામાં પરોવાઈ જતી. ડો.માર્કને લાગ્યું કે ગરીબ બાઈને સહાયની જરૂર છે એટલે જેવી તેની પ્રાર્થના પૂરી થઈ કે તેમણે તેને પ્રાર્થનામાં ભગવાન પાસે શું માંગી રહી હતી વિષે પૂછ્યું. તેમણે એમ પણ પૂછ્યું કે શું તેને લાગે છે ઇશ્વર તેની પ્રાર્થના સાંભળતો હશે અને તે પૂરી કરશે? તેમણે ઘોડિયામાં સૂતેલા બાળક વિશે પણ સ્ત્રીને પૃચ્છા કરી ત્યારે તેણે ઉદાસી ભર્યા સ્મિત સાથે જવાબ આપ્યો કે તેનું પોતાનું પ્રથમ અને એકમાત્ર સંતાન છે જેને અસામાન્ય એવું એક પ્રકારનું કેન્સર છે જેનો ઇલાજ દૂરના કોઈ બીજા શહેરમાં રહેતા ડો.માર્ક નામના એક કેન્સર નિષ્ણાત  કરી શકે એમ છે પણ તેની પાસે ડોક્ટરના શહેર સુધી જવાના કે તેમની મોંઘી ફીની રકમ પરવડી શકે એટલા પૈસા નથી.
તેણે વાત ચાલુ રાખી કે ઇશ્વરે અત્યાર સુધી તેની બધી પ્રાર્થનાઓ સાંભળી નથી પણ તેને અડગ વિશ્વાસ છે કે વેળા ચોક્કસ એક દિવસ કોઈક માર્ગ કરશે અને તે પોતાના ભયને પોતાની શ્રદ્ધાને અતિક્રમી જવા નહિ દે.
અચંબાથી આભા બની ગયેલા ડો.માર્ક નિશબ્દ પણ બની ગયા અને તેમની આંખમાંથી આંસુના ટીપા ડબ ડબ થઈ તેમના ગાલ પરથી સરી પડ્યા.તેઓ દિવસે માની ગયાં કે ઇશ્વર છે અને તે મનમાં ને મનમાં બોલી રહ્યા કે ઇશ્વર મહાન છે. તેમની આંખો સામે આખો ઘટનાક્રમ ફરી પાછો તાજો થઈ આવ્યો...વિમાનમાં ખરાબી સર્જાવી,વાવાઝોડું ફૂંકાવું,તેમનો રસ્તો ચૂકી જવું... અને ગરીબ સ્ત્રીના ઘેર આવી ચડવું ... બધું બનવું કોઈ એક સંયોગ માત્ર હોઈ શકે. ઇશ્વરે માત્ર પેલી ગરીબ સ્ત્રીની પ્રાર્થના સાંભળવા નહોતુ કર્યું પણ દ્વારા એમણે ડો.માર્કને પોતાની ભૌતિક સમૃદ્ધિ ભરી દુનિયામાંથી બહાર આવી આધ્યાત્મિકતાના જગતમાં ડોકિયુ કરી જેની પાસે પ્રાર્થના અને શ્રદ્ધા સિવાયની બીજી કોઈ સંપત્તિ નથી એવા ગરીબોની મદદ કરવાની નવી રાહ પણ દેખાડી...

એક સત્ય ઘટના છે.સદાયે યાદ રાખો:
.માગો
.વિશ્વાસ રાખો
 .મેળવો
 . ઈશ્વરે જે તમને આપ્યું છે એમાં શ્રદ્ધા રાખો
 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. જેમને ઇશ્વરમાં કે તેની પ્રાર્થનામાં શ્રદ્ધા ન હોય તેવા દરેકને પ્રેરણા આપે એવી એક સરસ વાત 'ઇશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે...' તમે ઇન્ટરનેટ પરથી શોધી વાચકો સાથે વહેંચી.આભાર!
    - લાભશંકર ઓઝા

    ReplyDelete