Saturday, June 20, 2015

બે વાક્યની ડરામણી વાર્તાઓ (ભાગ - ર)


રૂંવાડા ઉભા કરી નાંખનારી બે વાક્યની ડરામણી વાર્તાઓ…

૧૧. હું એક સુંદર દિવાસ્વપ્ન જોઈ રહ્યો હતો ત્યાં મને હથોડા મારવાના અવાજોએ જગાડી મૂક્યો.પછી તો મને મારી પોતાની કબરમાં ધૂળ નીચે દબાઈ જતી મારી ચીસોનો ધીમો થતો જતો અવાજ પણ સંભળાતો બંધ થવા લાગ્યો

૧૨. “મને ઉંઘ નથી આવી રહી” તેણે ધીમે થી મારી સાથે પલંગમાં સરકતા કહ્યું. હું જાગ્યો ત્યારે સાવ ઠંડો પડી ગયો હતો અને મારી બાજુમાં હતો તેનો ડ્રેસ જેમાં તેને દફન કરવામાં આવી હતી.

૧૩. મેં મારા વહાલસોયાને પલંગમાં સૂવડાવ્યો અને તરત તેણે કહ્યું,”પપ્પા, પલંગ નીચે શેતાન છે...” મેં પલંગ નીચે ડોકિયું કર્યું અને ત્યાં પણ મને મારી સામે ટીકી ટીકીને જોઈ રહેલો મારો વહાલસોયો જોવા મળ્યો જે ધીમા દબાતા સાદે બોલ્યોપપ્પા, પલંગ ઉપર શેતાન છે…”

૧૪. તમે થાકીને લોથપોથ થતા ઘેર આવો છો અને રાતે આરામથી ઘસઘસાટ ઉંઘવા તૈયારી કરો છો. એકલા રહો છો એવા એ ઘરમાં તમે લાઈટની સ્વીચ બંધ કરવા હાથ લંબાવો છો પણ ત્યાં કોઈકનો હાથ તમને દેખાય છે…

૧૫. હું હલી શકતો નથી,શ્વાસ લઈ શકતો નથી,બોલી કે સાંભળી પણ શકતો નથી એટલું અંધારૂં અહિં સદાયે હોય છે.પણ જો મને પહેલેથી ખબર હોત કે અહિં આટલી એકલતા સાલશે તો મેં આને બદલે દફન થઈ જવાનું વધુ પસંદ કર્યું હોત…

૧૬. તે ઉપર પોતાના સૂતેલા નવજાત બાળકને જોવા માટે ગઈ.પણ એ ત્યાં નહોતું અને એ ખંડની બારી ખુલ્લી હતી…

૧૭. શેતાનોથી ડરશો નહિ, તેમને શોધવાનો પ્રયત્ન કરશો.તમારી ડાબે જોશો,જમણે જોશો,તમારા પલંગ નીચે જોશો,તમારા કબાટમાં પણ ફંફોસી જોશો પણ ભૂલે ચૂકેય ચત તરફ ઉપર જોશો નહિ, તેને પસંદ નથી કોઈ તેની સામુ જુએ…

 

૧૮. મારી દિકરી અડધી રાતે અચાનક ચીસો પાડી રડવા માંડે છે.હું તેની કબર પર જઈ તેને શાંત થઈ જવા વિનંતી કરૂં છું પણ એ ક્યાં મારૂં સાંભળે છે?...

૧૯. આખા દિવસનો થાક્યો-પાક્યો હું ઘરે પાછો ફર્યો અને મેં જોયું કે મારી પ્રેયસી મારા બાળકનું પારણું ઝૂલાવી રહી છે.મને એ સમજાતુ નહોતું કે વધારે ભયંકર શું હતું – મારી મૃત પ્રેયસીનું મારા મૃત નવજાત બાળકને સૂવડાવતું દ્રષ્ય કે એ હકીકત કે કોઈકે મારા ઘરમાં ઘૂસી તેમને ત્યાં પહોંચાડ્યા…

૨૦. હું ખૂફીયા અવાવરા ઘરમાં એકલો રહેતો.મને યાદ છે દર વખતે મારે જેટલા દરવાજા ઉઘાડવા પડતાં તેના કરતાં વધુ દરવાજા બંધ કરવા પડતાં...

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment