Sunday, June 14, 2015

બે વાક્યની ડરામણી વાર્તાઓ (ભાગ -૧)


રૂંવાડા ઉભા કરી નાંખનારી બે વાક્યની ડરામણી વાર્તાઓ…

. હું કાચ પર ટકોરા સાંભળી ઉઠી ગયો. પહેલા મને લાગ્યું કોઈ બારી પર ટકોરા મારી રહ્યું હશે પણ ફરી વાર ટકોરા અરીસામાંથી કોઈક મારી રહ્યું હતું...

. છેલ્લી વાત મને યાદ હતી ઘડિયાળ માં જોયેલો ૧૨:૦૭ વાગ્યાનો મધરાતનો સમય અને તેણે પોતાના સડી ગયેલા લાંબા લોહી નિતરતા એક હાથના નખ વડે મારી છાતી ચિરી નાંખી અને બીજા હાથે મારી ચીસો દબાવી દેવા મારું મોઢું દાબી દીધું. હું સફાળો બેઠો થઈ ગયો અને મેં નિરાંતનો શ્વાસ લીધો કે માત્ર એક દુ:સ્વપ્ન હતું પણ મારી નજર ઘડિયાળ પર પડી જે મધરાતના ૧૨:૦૬ નો સમય બતાવતી હતી અને અચાનક મારા કબાટનો દરવાજો કિચૂડ એવા અવાજ સાથે આપમેળે ખુલી ગયો....

. કૂતરા-બિલાડા સાથે મોટા થવાને કારણે જ્યારે હું સૂઈ જાઉ ત્યારે દરવાજા પર ઘસરડાના અવાજો મારા માટે સહજ હતાં. પણ હવે જ્યારે હું એકલો રહું છું ત્યારે પણ આવા અવાજો...

૪. છોકરી માનો પોતાને સાદ પાડીને નીચે બોલાવી રહેલો અવાજ સાંભળી ત્યાં જવા દાદરા પાસે પહોંચી.ત્યાં ઉપરના ઓરડામાં તેને ખેંચી લેતા મા બોલી " મારો નીચેથી આવી રહેલો અવાજ મેં પણ અહિ ઉપરથી સાંભળ્યો..."

. તેણે મને પૂછ્યું હું શા માટે આટલા જોરથી શ્વાસ લઈ રહ્યો છું? પણ માત્ર અમારા બે જણની હાજરી ધરાવતા ઓરડામાં હું તો જોરથી શ્વાસ લઈ રહ્યો નહોતો...

.  મારી પત્ની ગઈ કાલે રાત્રે મને ઢંઢોળી ઉઠાડતા કહ્યું કે અમારા ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે. બે વર્ષ પહેલા ઘરમાં ઘૂસી આવેલા કોઈક અજાણ્યા શખ્સે મારી પત્નીની હત્યા કરી નાંખી હતી

. મારા તાજા જન્મેલા પ્રથમ બાળકને તડ તડ એવા અવાજ સાથે મશીન શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.  પત્નીની ખોટ સાલતા રૂદન માંડ માંડ ખાળતા મેં પડખું ફેરવ્યું અને ત્યાં મારી આંખ સામે મારી બાજુમાં મારા પ્રથમ બાળકની મા સૂતી હતી જેને હું થોડા કલાકો અગાઉ દફન કરી આવ્યો હતો

૮. મારા ફોનમાં મારો હું સૂતેલો હોઉ એવો ફોટો હતો. હું એકલો રહું છું.

. મને હંમેશા લાગતું કે મારી બિલાડીને ઘૂરી ઘૂરીને જોવાની કુટેવ છે મારી સામે સતત ટીકી ટીકીને જોયા કરે છે. અંતે એક દિવસ મને માલૂમ પડ્યું કે મારી સામે નહિ પરંતુ હંમેશા મારી પાછળ (કોઈકની સામે) જોયા કરતી હતી

૧૦. બાળકના હાસ્ય જેટલો મધુર સ્વર બીજો કોઈ નથી. સિવાય કે રાતે એક વાગે તમે એકલા હોવ ત્યારે તમને સંભળાય

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment