Monday, April 27, 2015

કોશિશ ન કર


{ તાજેતરમાં ઇન્ટરનેટ પર એક સુંદર હિન્દી કવિતા વાંચવામાં આવી.મૂળ કર્તાની તો જાણ નથી પણ જિંદગીની સચ્ચાઈ દર્શાવતી આ કવિતા ગુજરાતીમાં અનુવાદ કરી તમારા સૌ સાથે વહેંચવાનું મન થયું અને આજે એ ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કરી છે. }
 

તુ જિંદગી જીવ

એને સમજવાની કોશિશ કર

સુંદર સપનાઓનાં તાણાવાણા ગૂંથ

એમાં ઉલઝાવાની કોશિશ કર

વહેતા સમય સાથે તુ પણ વહે

એમાં સમેટાવાની કોશિશ કર

હાથ ફેલાવ,ખુલીને શ્વાસ લે

અંદર અંદર ઘૂંટાવાની કોશિશ કર

મન માં ચાલી રહેલા યુદ્ધને વિરામ આપ

 ખોટેખોટું પોતાની જાત સાથે લડવાની કોશિશ કર

કેટલીક વાતો ઇશ્વર પર છોડી દે

 સઘળું પોતે સુલઝાવવાની કોશિશ કર

જે મળ્યું છે એમાં ખુશ રહે

જે શાંતિ હણીલે મેળવવાની કોશિશ કર

માર્ગની સુંદરતાનો લુત્ફ ઉઠાવ

 મંઝિલ પર જલ્દી પહોંચવાની કોશિશ કર...

 
('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ગયા સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં 'કોશિશ ન કર' દ્વારા ખુબ ટૂંકી ને ટચ વાત ખુબ સુંદર રીતે રજૂ કરી.જીવન જેમ ચાલે છે તેમ ચાલવા દો.જીવનની એક એક પળને માણો.
    - મહેક દોષી

    ReplyDelete