Saturday, April 18, 2015

ગુડબાય કિસ


કોટ ખભા પર ઉલાળતા દોડીને દાદરા ઉતરતાં તેણે ઘાંટો પાડતા કહ્યું,"ઓફિસમાં એક અગત્યની મિટીંગ છે...મોડા પડાય એટલે હું ભાગું છું..." અને તે વાવાઝોડાની જેમ ઘરની બહાર ધસી ગયો!
                તે ગાડીમાં બેઠો અને તેણે ગાડી ચાલુ કરી હતી ત્યાં બે દાદરા એકી સાથે ઉતરતી દોડતી,હાંફતી ઘરની બહાર આવી અને બોલી "ઉભા રહો, ઉભા રહો..." પણ તેના પિતાએ ગાડી હંકારી મૂકી હતી.તેનું મુખ ડૂચા વાળેલા કાગળ જેવું ચિમળાઈ ગયું. તેના શબ્દો "આજે પપ્પા મને જતી વખતે રોજ આપે છે એવી ગુડ બાય કિસ આપવાનું ભૂલી ગયા..." તેની વેદનાના ભાર નીચે દબાઈ ગયાં.
                તે પિતાને ફોન કર્યા વગર રહી શકી "આજે તમે મને ગાલ પર પપ્પી કર્યા વગર જતા રહ્યા..." તેણે રોષપૂર્વક કહ્યું. પિતાએ તેને પસ્તાવા સાથે કહ્યું,"ઓહ વહાલી, હું ખુબ દિલગીર છું..." અને તેણે જાણે મોટી પરિપક્વ વ્યક્તિ બની જતાં કહ્યું ," કંઈ વાંધો નહિ..." અને ફોન કાપી નાંખ્યો.
                તેણે જેમ તેમ કરી ઉદાસીનતા પૂર્વક પોતાનો સવારનો નાસ્તો ગળે ઉતાર્યો અને સ્કૂલના બૂટ પહેરી,દફતર ખભે ટાંગી ઘર બહાર ડગ માંડ્યાં. હજી તે દરવાજો ખોલે છે ત્યાં ઝાંપા પાસે પિતાની ગાડી આવીને ઉભી રહી. તેને ખુબ આશ્ચર્ય થયું.પિતાને ગાડીમાંથી ઉતરી પોતાની તરફ આવતા જોઈ તેણે એમના તરફ દોટ મૂકી અને તે એમને વળગી પડી! તેનો ચહેરો ક્રિસ્મસ ટ્રીની જેમ ઝળકી રહ્યો હતો!
                પુત્રીને તેડતા  પિતાએ કહ્યું," હું ખરેખર દિલગીર છું બેટા ...આજે સાવ ભૂલી ગયો!" તે કંઈ   બોલી. મસમોટા સ્મિતને કારણે તેના જડબા દુખવા લાગ્યાં!
 પંદર વર્ષ બાદ કોઈ ને યાદ રહેત કે તે ઓફિસની એક મિટીંગમાં મોડો પહોંચ્યો હોત પણ તેની ફૂલ જેવી વહાલસોયી નાનકડી દિકરી ક્યારેય ભૂલશે નહિ કે તેના પિતા મોડા પડ્યા હોવા છતાં માત્ર તેને ગુડબાય કિસ કરવા અડધે રસ્તેથી ગાડી પાછી હંકારી ઘેર આવ્યા હતા!

 ('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. 'ગૂડબાય કિસ ' એક હૃદયસ્પર્શી ક્ષણની વાત હતી. આવી અવિસ્મરણીય ક્ષણોનો સરવાળો એટલે જ જિંદગી. સુંદર લેખ બદલ અભિનંદન .
    - રોહીત કાપડિયા

    ReplyDelete
  2. 'ગૂડબાય કિસ ' વાંચવાની ખુબ મજા આવી.
    - મહેક દોશી, અશોક દાસાણી, આશિષ જે. શાહ

    ReplyDelete