Saturday, May 17, 2014

ભારતીય લશ્કરી અધિકારીના ચરિત્ર અને વ્યવસાયિકતા


આઝાદી મળ્યા બાદ, ભારતીય લશ્કરી દળના પ્રથમ જનરલ નિયુક્ત કરવા એક બેઠક યોજવામાં આવી હતી. જવાહરલાલ  નહેરુ તે બેઠકનું  નેતૃત્વ સંભાળી રહ્યા હતા. નેતાઓ અને લશ્કરી દળના અધિકારીઓ વચ્ચે જવાબદારી કોને સોંપવી અંગે પુર જોશમાં ચર્ચા ચાલી રહી હતી.
ચર્ચા વચ્ચે નહેરુ બોલ્યા,"મારા મતે એક બ્રિટીશ ઓફિસરને ભારતીય આર્મીના જનરલ તરીકે નિયુક્ત કરાવો જોઇએ કારણ આપણી પાસે તેનું  નેતૃત્વ  સંભાળવા પુરતો અનુભવ નથી."
બધાં નહેરુના સૂચન ને ટેકો આપ્યો કારણ પ્રધાનમંત્રી કંઈક સૂચવે તેની સાથે ભલા કોણ અસહમતિ સાધી શકે?
પણ એક લશ્કરી અધિકારીએ અચાનક કહ્યું,"મારે કંઈક કહેવું છે,સર."
નહેરુજીએ કહ્યું," હા મહોદય.તમે જે કહેવું હોય તે કહેવા સ્વતંત્ર છો."
તેણે કહ્યું,"આમ જુઓ તો આપણને રાષ્ટ્ર ચલાવવાનો પણ અનુભવ નથી તો આપણે સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાન મંત્રી તરીકે પણ શું કોઈ બ્રિટીશ વ્યક્તિને નિયુક્ત કરવી જોઇએ?"
આખા બેઠક ખંડમાં સોપો પડી ગયો અને વાતાવરણ તંગ થઈ ગયું.
પછી નહેરુ તે વ્યક્તિને પૂછ્યું," શું તમે ભારતીય લશ્કરી દળના પ્રથમ જનરલ બનવા તૈયાર છો?"
તે વ્યક્તિ માટે પ્રસ્તાવ સુવર્ણ અવસર સમાન હતો પણ તેણે તેનો અસ્વીકાર કરતાં કહ્યું,"સર, આપણી પાસે એક ખૂબ હોનહાર લશ્કરી અધિકારી મોજૂદ છે જેમનું નામ છે લ્યુટનન્ટ કરિઅપ્પા, જે અમારા બધામાં પદ માટે સૌથી વધુ લાયક છે."
જવાહરલાલ નહેરુ સમક્ષ પોતાનો અવાજ ઉઠાવનાર બહાદુર લશ્કરી અધિકારીનું નામ હતું લ્યુટનન્ટ જનરલ નથ્થુ સિંઘ રાઠોડ, ભારતીય લશ્કરી દળના પ્રથમ લેફ્ટનન્ટ જનરલ.
આવા છે (કે હતા?) ભારતીય લશ્કરી અધિકારીઓના ચરિત્ર અને વ્યવસાયિકતા! 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ગયા સપ્તાહે નહેરુજીની તથા લશ્કરી ઓફિસરની વાત ખુબ ખુબ સારી રહી.શ્રેષ્ઠતમ! બસ આવી સારી સારી વાતો શેર કરતાં રહો.ઇશ્વરના આશિર્વાદ તમારા પર બની રહે.
    - શિરાઝ લાલાણી (વ્હોટ્સ એપ દ્વારા)

    ReplyDelete