Saturday, June 29, 2013

ચિંતા વગરના બે દિવસો


દર અઠવાડિયામાં બે દિવસ એવા હોય છે જેના વિશે આપણે ચિંતા કરવી જોઇએ નહિ. આ બે દિવસ માટે, આપણે બધાં જ ભય અને તણાવોથી મુક્ત રહેવું જોઇએ.
આ બે દિવસો પૈકીનો એક છે : ગઈ કાલ - તેની બધી ક્ષતિઓ સાથે,બધી ભૂલો સાથે,બધી વેદના અને પીડાઓ સાથે.
ગઈ કાલ વિતી ચૂકી છે અને તેનું નિયંત્રણ આપણાં હાથમાં નથી. દુનિયાનો બધો પૈસો મળીને પણ ગઈ કાલ ખરીદી કે પાછી લાવી શકે નહિ. થઈ ગયેલી કોઈક ક્રિયા પાછી ફેરવી શકાતી નથી. બોલાઈ ગયેલો એક પણ શબ્દ પાછો ખેંચી શકાતો નથી. ગઈ કાલ સદાને માટે જઈ ચૂકી હોય છે.
બીજો દિવસ જેની આપણે ચિંતા કરવી જોઇએ નહિ એ છે - આવતી કાલ. તેની બધી મર્યાદાઓ સાથે,ભાર,વિઘ્નો,તેના મોટા વચનો પણ નબળા દેખાવની શક્યતા સાથે. આવતી કાલ પણ આપણા તાત્કાલિક નિયંત્રણમાં નથી. આવતી કાલ નો સૂરજ ઉગશે,ઉજળી ભવ્યતા સાથે કે કદાચ સંકટના કાળા વાદળો પાછળ ઢંકાયેલો.પણ એ ઉગશે એ ચોક્કસ.એ ઉગી ન જાય ત્યાં સુધી આપણે તેના અંગે કંઈ કરી શકતા નથી,કારણ તે હજી ઉગી ચૂક્યો નથી.
તો હવે બચ્યો છે માત્ર એક દિવસ અને એ છે - આજ. જગતની દરેક વ્યક્તિ માત્ર આ આજના એક દિવસ માટેનો સંઘર્ષ જ લડી શકે છે. પણ આપણે આ આજ સાથે ગઈ કાલ અને આવતી કાલની ચિંતાઓનો ભાર તેમાં ઉમેરી દઈએ છિએ અને આ બે ભયંકર શાશ્વતતાઓનો ભાર આપણને તોડી નાંખે છે.
આજ નો અનુભવ માણસને પાગલ બનાવતો નથી.પણ ગઈ કાલની વિતી ચૂકેલી ઘટનાઓની કડવાશ અને પસ્તાવાની લાગણી કે આવતી કાલ કેવી મુસીબતો લઈ જન્મશે તેનો ડર માણસને પાગલ બનાવે છે.
તો ચાલો આજ માટે, આજે જ જીવતા શિખીએ અને આજને માણીએ.

(‘ઇન્ટરનેટ પરથી’)

2 comments:

  1. તમારા લેખો ખૂબ સુંદર હોય છે.તે વાચકોને પ્રેરણા આપે તેવા હોય છે.બસ આમ 'હેમરીંગ' કર્યા કરો!સારા કાર્યો થતાં રહે અને સારા વિચારો ફેલાતા રહે એ માટે તે ખૂબ જરૂરી છે.
    - ભારતી જોશી,વિલે પાર્લા (ફોન દ્વારા)

    ReplyDelete
  2. ૨૦૧૦નો તમારા ઇન્ટરનેટ કોર્નરનો એક લેખ હમણાં હાથમાં આવી ગયો.ભગવાન પર લખાયેલો આ લેખ ફરી વાંચીને ખૂબ સારૂં લાગ્યું.
    - ભદ્રા છેડા,ઘાટકોપર (ફોન દ્વારા)

    ReplyDelete