Saturday, June 1, 2013

૨૦૨૦નું એક દ્રષ્ય


પિઝા-ગર્લ :   હેલો ‘પિઝા-હટ’...

ગ્રાહક     :    હેલો તમે મારો ઓર્ડર લઈ લેશો પ્લીઝ?

પિઝા-ગર્લ :    પહેલા મને તમારો બહુહેતુક આધાર કાર્ડ નંબર મળી શકશે સર?

ગ્રાહક     :    હા...એક મિનિટ મારો આધાર કાર્ડ નંબર છે ૮૮૯૮૬૧૩૫૬૧૦૨૦૪૯૯૯૮-૪૫-૫૪૬૧૦

પિઝા-ગર્લ :    ઓકે. તમે શ્રીમાન શાહ  છો અને તમે ૧૭,રામબાગ ખાતે થી બોલી રહ્યા છો.તમારો ઘરનો ફોન નંબર ૪૦૯૪૨૩૬૬ છે અને ઓફિસનો નંબર ૭૬૪૫૨૩૦૨ છે અને મોબાઈલ નંબર ૦૧૪૨૬૬૨૫૬૬ છે.અત્યારે તમે તમારા ઘરના ફોન પરથી વાત કરી રહ્યા છો.

ગ્રાહક     :   (નવાઈ પામતા) તમને આ બધા નંબર્સ ક્યાંથી મળ્યા?

પિઝા-ગર્લ :    સર, અમે સિસ્ટમ સાથે કનેક્ટેડ છિએ જેમાં તમારો બધો ડેટા જોઇ શકાય છે.

ગ્રાહક      :    મને અત્યારે ત્રણ ડબલ ચીઝ બર્સ્ટ  પિઝા મોકલાવી આપો.

પિઝા-ગર્લ :    એ તમારા માટે યોગ્ય નથી સર.

ગ્રાહક      :    હેં, કઈ રીતે?

પિઝા-ગર્લ :    તમારા મેડિકલ રેકોર્ડ્સ મુજબ તમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે.

ગ્રાહક      :    શું? તો પછી તમે કયો પિઝા સૂચવો છો?

પિઝા-ગર્લ :    સર,અમારો નવો ઓછી ચરબી ધરાવતો 'હોકેઇન મી' પિઝા ટ્રાય કરી જુઓ.એ તમને ચોક્કસ ગમશે.

ગ્રાહક     :     એવું તમે ચોક્કસ કઈ રીતે કહી શકો?

પિઝા-ગર્લ :    સર,તમે ગયા અઠવાડિયે નેશનલ લાઈબ્રરીમાંથી 'ખ્યાતનામ હોકેઇન વાનગીઓ' નામનું પુસ્તક વાંચવા લીધું છે તેના પરથી.

ગ્રાહક     :     ઓહ! ચાલો હું હાર્યો! મને ત્રણ ફેમિલી સાઈઝના તમે કહ્યું એ પિઝા મોકલી આપો.

પિઝા-ગર્લ :    એ તમારા ૧૦ સભ્યોના કુટુંબ માટે પૂરતા થઈ રહેશે,સર. તમારું ટોટલ બિલ થયું છે રૂ.૨૪૫૦/-

ગ્રાહક     :     શું હું ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરી શકું છું?

પિઝા-ગર્લ :    માફ કરશો સર, પણ તમારે રોકડામાં જ પેમેન્ટ કરવું પડશે.તમારા ક્રેડીટ કાર્ડની લિમીટ ક્રોસ થઈ ચૂકી છે અને તમારી બેન્કે ગયા ઓક્ટોબર મહિનાથી તમારી પાસે થી ઉધારના રૂ.૧,૫૧,૭૫૮ વસૂલ કરવાના બાકી છે.અને આ રકમમાં હજી તમારી હોમલોનના લેટ પેમેન્ટ ચાર્જીસ તો ઉમેર્યાં જ નથી.

ગ્રાહક     :     ઓકે. તમે એક કલાક રહીને પિઝા મોકલી આપો.જેથી તમારો પિઝા ડીલીવરી બોય આવે ત્યાં સુધી હું બાજુના એ.ટી.એમ. મશીનમાંથી રોકડા ઉપાડી આવું.

પિઝા-ગર્લ :    તમે એમ નહિ કરી શકો સર,કારણકે તમારા રેકોર્ડ્સ જોતા જણાય છે કે તમે તમારી ઓવર-ડ્રાફ્ટ લિમિટ પણ ક્રોસ કરી નાંખી છે.

ગ્રાહક     :     કંઈ વાંધો નહિ.તમેતમારે પિઝા મોકલી આપોને.હું રોકડા તૈયાર રાખીશ.કેટલી વાર લાગશે પિઝા પહોંચતા?

પિઝા-ગર્લ :    લગભગ પોણો કલાક સર.પણ જો તમને એથી ઓછા સમયમાં પિઝા જોઈતા હોય તો તમે તમારી બાઈક પર અહિં અમારા જોઇન્ટ પરથી પિઝા કલેક્ટ કરી શકો છો.

ગ્રાહક     :     શું?

પિઝા-ગર્લ :    સિસ્ટમમાં મળતી માહિતી મુજબ તમે ૧૧૨૩ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બાઈકના માલિક છો.

ગ્રાહક     :     "????" (બાપ રે...આ લોકોને મારી મોટરસાઈકલનો નંબર સુદ્ધા ખબર છે!)

પિઝા-ગર્લ :    હું આપની અન્ય કોઈ સેવા કરી શકું છું સર?

ગ્રાહક     :     ના..!...પણ તમારી એડ્વર્ટાઈઝ્મેન્ટમાં બતાવો છો એ કોલાની ત્રણ બોટલ્સ તો મોકલાવશોને?

પિઝા-ગર્લ :    અમે સામાન્ય રીતે મોકલાવીએ છીએ પણ તમારા હેલ્થ રેકોર્ડ્સ ચેક કરતાં જણાય છે કે તમારા ૧૦ જણના પરિવારમાં ૬ સભ્યોને ડાયાબિટીઝ છે આથી તમારા સારા આરોગ્ય માટે આ ઓફરનો લાભ તમને ન આપવામાં જ સાર છે.

ગ્રાહક     :     ***%&$%%### you $##$%%@!)))

પિઝા-ગર્લ :    સર, તમે જરા સભ્ય ભાષામાં વાત કરો એ જ તમારા હિતમાં છે. યાદ છે ને ૧૫મી જુલાઈ ૨૦૦૭ના દિવસે એક પોલીસ કર્મચારી સામે અભદ્ર ભાષાના પ્રયોગ બદલ તમે બે મહિનાના કારાવાસ અને ૫૦૦૦ રૂપિયાના દંડની સજા ભોગવી ચૂક્યા છો?

ગ્રાહક બેહોશ થઈ જાય છે...!!!

 
('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment