Saturday, June 15, 2013

સોનેરી સુવિચારો


તમારું ખુશ રહેવું તમારા શત્રુઓ માટે સૌથી મોટી સજા છે.માટે હંમેશા ખુશ રહો!

સંબંધો જાળવવા માટે સમય ફાળવો નહિતર જ્યારે તમારી પાસે સમય હશે ત્યારે કદાચ સંબંધો બચ્યા નહિ હોય...

લોકો આખી જિંદગી તિજોરી ભરવામાં ખર્ચી નાખે છે પણ અફસોસ,યમદૂત લાંચ નથી લેતા!

સંબંધ અને કાચ બંને ઘણાં નાજુક હોય છે.ફરક માત્ર એટલો છે કે કાચ તમારી ભૂલ
ને કારણે તૂટી જાય છે ને સંબંધ તમારી ગેરસમજ કે વહેમ જેવી ભૂલને કારણે...

 એક પથ્થર માત્ર એક વાર મંદિરમાં જઈ ભગવાન બની જાય છે પણ આપણે માણસો તો રોજ મંદિરમાં જઈએ છીએ છતાં પથ્થર રહીએ છીએ...

વાહ પ્રભુ તારી લીલા! બાળપણમાં લડતાં હતાં "મા મારી છે...મા મારી છે..." મોટા થયાં પછી લડીએ છીએ "મા તારી છે...મા તારી છે..."!

મારી લાયકાતથી વધુ મને કંઈ આપતો ઇશ્વર, કારણ જરૂર કરતાં વધારે પ્રકાશ પણ માણસને અંધ બનાવી દે છે.

હે ઇશ્વર, મને એટલો પણ નીચો પાડીશ કે જ્યાંથી હું તને બોલાવું અને તું મને સાંભળી શકે અને એટલો ઉંચે પણ ચડાવીશ કે તું મને પોકારે અને હું તને સાંભળી શકું..!

રીતે કમાવ કે પાપ થઈ જાય
રીતે ખર્ચ કરો કે કરજ થઈ જાય
રીતે ખાઓ કે અપચો થઈ જાય
રીતે બોલો કે ક્લેશ થઈ જાય
રીતે ચાલો કે મોડું થઈ જાય
રીતે વિચારો કે ચિંતા થઈ જાય

 સુદામાએ કૃષ્ણને પૂછ્યું,"દોસ્તી નો સાચો મતલબ શું?"
કૃષ્ણે હસીને જવાબ આપ્યો,"જ્યાં મતલબ હોય ત્યાં દોસ્તી હોય છે ક્યાં?"


(ઇન્ટરનેટ પરથી)

2 comments:

  1. નમસ્કાર!
    આપનો બ્લોગ ”ઈન્ટરનેટ કોર્નર” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    ReplyDelete
  2. વિકાસભાઈ,
    તા.૧૫-જુન-૨૦૧૩ના શનિવારે 'ઇન્ટરનેટ કોર્નર'માં છપાયેલ સોનેરી સુવિચારો વાંચવા ગમ્યાં. જીવનને સમ્રુદ્ધ બનાવવા માટે તે ખૂબ ઉપયોગી થઈ રહે એવા છે.આપને ધન્યવાદ.
    - શાંતિભાઈ શાહ મલાડ (એસ.એમ.એસ દ્વારા)

    ReplyDelete