Sunday, April 14, 2013

કરિયાવર


[ વાર્તાના લેખક કોણ છે તેની તો જાણ નથી પણ ઇન્ટરનેટ પર વાંચ્યા બાદ હું પણ એક દિકરીનો બાપ હોવાથી તેમાં પ્રગટ થતી સંવેદના અનુભવી શક્યો છું અને તમારા સૌ સાથે વહેંચવા ઇચ્છુ છું.આશા છે તમને ગમશે.]

-  વિકાસ ઘનશ્યામ નાયક

હરખ ભેર હરીશભાઈ ઘરમાં પ્રેવેશ કર્યોસાંભળ્યું ? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં વાત ને ટાળી દેતા.સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન,ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતાબેટા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

                બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.હરીશભાઈ સોનલને પાસે બેસાડીને કહ્યું 'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ, એમણે કરિયાવરમાં કઈ લેવાની નાં કહી છે , નાં રોકડ, નાં દાગીના અને નાં તો કોઈ ઘરવખરી. તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે. ‘ભલે પપ્પાસોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી. ગોરબાપા ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી, કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યાઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે.

 પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરત ને !!!

 હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતીપપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું આપશો ? હરીશભાઈ ભારે આવાજમાં -હા બેટા, એટલું બોલી શક્યા, તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો, તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું માંગુ છું. દીકરીનો બાપ નાં કેવી રીતે કહી શકે. લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ

                દુરથી હું સોનલનાં લક્ષ્મી સ્વરૂપ ને જોતો રહ્યો, ૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું !!

પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો, “ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”

(ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. શ્રી વિકાસભાઈ,
    'ઇન્ટરનેટ કોર્નર'માં કરિયાવર વાર્તા વાંચીને 'વાહ' બોલી જવાયું , સોનલ માટે નહી પણ દિપક તથા તેના માતા-પિતા માટે કારણકે આજના કહેવાતા સુધરેલા સમાજમાં ઍવા કેટલા માતા-પિતા છે! જે આવી હીંમત દાખવી શકે!
    હું તમારીકટાર નિયમીત વાંચુ છું પણ પ્રતિભાવ પહેલી વાર આપું છું .
    - ભારતી જોશી (ઇમેલ દ્વારા)


    હું શનિવારનું જન્મભૂમિ ખાસ 'ઇન્ટરનેટ કોર્નર' વાંચવા માટે લઉં છું.'કરિયાવર' વાર્તા વાંચી આંખમાં પાણી આવી ગયાં.
    - કમલેશ દવે (એસ.એમ.એસ દ્વારા)


    'ઇન્ટરનેટ કોર્નર'માં 'કરિયાવર' વાર્તા વાંચી ખૂબ સારું લાગ્યું.લોકોને માટે તે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
    - પરેશ છેડા('WhatsApp' દ્વારા)


    'ઇન્ટરનેટ કોર્નર'માં 'કરિયાવર' વાર્તા ખૂબ સારી રહી.
    - હિંમત પરમાર, પ્રમોદ પટેલ, હરીશ ગુપ્તા, ભદ્રા છેડા (ફોન દ્વારા)


    હું વડાલાના ભક્તિ પાર્ક ખાતે રહું છું અને અહિં જન્મભૂમિ નિયમિત મળી શક્તું નથી છતાં તેની નકલ લાઈબ્રરીમાંથી કે ગમે તે રીતે મેળવી લઉં છું અને તમારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર' નિયમિત વાંચું છું. 'કરિયાવર' વાર્તા વિશેના પ્રશંસાભર્યા પ્રતિભાવ વાંચી મને એ વાંચવાની ઉત્કંઠા જાગી છે.બસ સારૂં સારૂં લખતા રહો.
    - ગોવિંદ વોરા (ફોન દ્વારા)

    ReplyDelete