Saturday, March 16, 2013

સોનેરી સુવિચારો

# તમારી અંગત વાતો બધાને ન જણાવો... એ તમારા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે.
તમારા સંકટોનું ગાણું પણ બધા આગળ ન ગાઓ...કારણ ૨૦ ટકા લોકો ને તેનાથી કોઈ ફરક પડતો નથી અને બાકીના ૮૦ ટકા લોકો એ જાણી ખુશ થાય છે.

# જીવન બોક્સિંગની રમત જેવું છે. તમે પડી જાઓ ત્યારે હાર મળેલી જાહેર થતી નથી,પણ તમે પડી ગયા પછી ફરી ઉભા ન થાઓ ત્યારે જાહેર થાય છે.

# જીવનમાં હંમેશા ખોટા માણસો જ સાચા પાઠ શિખવે છે!

# દરેક વસ્તુની મહત્તા બે સમયે સમજાય છે :
૧ તેને મેળવ્યા પહેલા અને
૨ તેને ગુમાવ્યા બાદ!

# બે વસ્તુઓ જીવનમાં સુખ ને સફળતા આણે છે :
૧ જ્યારે તમારી પાસે કંઈ જ ન હોય ત્યારે તમે કઈ રીતે ચલાવો છો ને
૨ જ્યારે તમારી પાસે બધું જ હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો!

# જગતમાં બે સ્થળોએ હોવું સૌથી ગત્યનું છે:
૧ કોઈકના વિચારોમાં
૨ કોઈકની પ્રાર્થના માં

# જીવનમાં થોડા થોડા સમયે ચકાસતા રહેવું જરૂરી છે કે જે ચીજો તમે પૈસાથી કદી ખરીદી શકવાના નથી એ તમે ગુમાવી નથી ને!

# સફળતા એટલે?
જ્યારે તમારા ફોટા ફેસબુકને બદલે ગૂગલ પર વધુ અપલોડ થાય!

# જ્યાં સુધી આપણે એ લોકોને માફ નથી કરતા જેમણે આપણને દુ:ખી કર્યા હોય, ત્યાં સુધી તેઓ આપણા મનમાં ભાડું ભર્યા વગર મફતની જગા રોકે છે!

# તમે જાણો છો ભગવાને આપણને બીજાઓના મન વાંચવાની ક્ષમતા કેમ નથી આપી?
જેથી આપણે કોઈક પર વિશ્વાસ મૂકી શકીએ ને કોઈક આપણાંમાં વિશ્વાસ મૂકી શકે.
# મેં ઈશ્વરને પૂછ્યું : "જો બધું નસીબમાં લખેલું જ હોય તો મારે પ્રાર્થના શા માટે કરવી જોઇએ?"
ઈશ્વરે હસીને જવાબ આપ્યો:"મેં સાથે એમ પણ લખ્યું હોય છે - શરતો લાગુ!"

# જીવનમાં ખાલી ખિસ્સુ,લાખો વસ્તુઓ શિખવી દે છે...
ને ભરેલું ખિસ્સુ બગડવાના લાખો રસ્તા શિખવી દે છે!

# જગતમાં કોઈને સત્ય બોલવાનો ડર લાગતો નથી, પણ એ સત્ય બોલ્યા બાદ આવનારા પરીણામનો સામનો કરવાથી બધા ડરે છે!

# ગુસ્સે થવું એટલે બીજાઓની ભૂલ માટે તમારી જાતને સજા આપવી.
# વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.એક વાર તેને ઉખાડી લીધા બાદ ફરી પાચું ચોંટડી તો શકાય પણ તેનામાં પહેલા જેવી મજબૂતાઈથી ચોંટાડવાની ક્ષમતા જતી રહે છે.
સંબંધોની હંમેશા જાળવણી કરવી જોઇએ

# લોકોને ક્યારેય દલીલો કરીને ન જીતો,તમારા સ્મિતથી જીતો!
કારણ જે લોકોને તમારી સાથે દલીલ બાજીમાં ઉતરવું છે તેનાથી તમારું મૌન સહન થતું નથી.

# શરત વિના સ્મિત કરો, ધ્યેય વગર ચાલો, કારણ વગર આપો, અપેક્ષાઓ વગર કાળજી લો
આ કોઈ પણ સંબંધોના સુંદર લક્ષણો છે.

# આપણે ઉત્તર આપવા માટે નહિ બલ્કે સમજવા માટે સાંભળવું જોઇએ.

(‘ઇન્ટરનેટ પરથી’)

2 comments:

  1. હું ,મારી પત્ની અને મારા માતાપિતા ‘ઇન્ટરનેટકોર્નર’ના નિયમિત વાચક અને જબરદસ્ત ચાહક છીએ. 'સોનેરીસુવિચારો' વાંચીને જલસો પડી ગયો!
    - અજય મોતા(ઘાટકોપર)

    બાપુ, ઇન્ટરનેટકોર્નરમાં 'સોનેરીસુવિચારો' વાંચી મજા આવી ગઈ!
    - જીતુ મકવાણા(આર્થરરોડ)


    ઇન્ટરનેટકોર્નરમાં રજૂ થયેલા 'સોનેરીસુવિચારો' પૈસાથી પણ વધુ મૂલ્યવાન છે. પૈસાથી પુસ્તકરૂપે વિચારો ખરીદી શકાય પણ આચરણ વગર તેના ફાયદા ન મળે.
    - શાંતિ શાહ(મલાડ)

    ReplyDelete