Sunday, March 27, 2011

જીવન જીવવાની ૨૯ જડીબુટ્ટીઓ

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉતમ.


૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦ થી ૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંઘો.

૪. જોશ,ઉત્સાહ અને કરૂણા આ ત્રણ જીવનના મહત્વના ગુણો છે

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન/યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭ થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. . દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ(ફેકટરી) માં બનતી વસ્તુઓ કરતાં હાથે બનેલી વસ્તુઓ વાપરવી વધુ પસંદ કરો.

૧૧.પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા,નિંદા કે કૂથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો.રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને રાતે ભિખારી જેટલું જમો!

૧૬. ખાતા પહેલાં મન અવઢવ અનુભવે તો ન ખાઓ. જાજરૂ જવા માટે મન અવઢવ અનુભવતું હોય ત્યારે અવશ્ય

જાજરૂ જાવ.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે જ છો.

૧૯. દરેકને બિનશરતી માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ.

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતી હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બોસ નહિં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી,નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઇર્ષા સમયનો બગાડ છે.તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઉઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓ સાથે પણ તે વહેંચો.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment