Sunday, November 19, 2017

મદદની સાંકળ

ગેરેજથી ઓવર ટાઈમ કરી થાકયો પાકયો તે સૂનસાન સડક પર ચાલીને ઘેર જઈ રહ્યો હતો ત્યાં તેણે એક આધેડ વયની મહિલા ને નિરાશ અને ભયભીત વદને તેની બંધ પડી ગયેલી ગાડીની બાજુમાં કોઈની મદદ ની રાહ જોતી ઉભેલી જોઈ. તેણે અતિ નમ્રતા થી પૂછ્યું કે શું તેને મદદ કરી શકે છે? તેના ચહેરા પરનાં સ્મિત છતાં મેલા ઘેલા કપડાં જોઈ નક્કી કરી શકી નહીં કે માણસ નો વિશ્વાસ કરવો કે નહીં. પણ છેલ્લા એક-બે  કલાક થી કોઈ તેની મદદ માટે રોકાતું નહોતું. તો ભૂખ્યાં, ગરીબ, અસુરક્ષિત જણાઈ રહેલાં અણજાણ માણસ પર વિશ્વાસ મુકવો જોઈએ?
    
તેને ખ્યાલ આવી ગયો કે મહિલા ગભરાઈ ગયેલી છે. તેણે ફરી બને એટલી સૌજન્યતા થી કહ્યું, "મારું નામ બ્રાયન એન્ડરસન છે.હું તમારી મદદ કરવા ઈચ્છું છું. બહાર ઠંડી છે, આપ ગાડી માં બેસો જ્યાં તમને થોડી હુંફ મળશે. " મહિલા પાસે અન્ય કોઈ વિકલ્પ હોઈ તેણે બ્રાયન ની મદદ સ્વીકારવા નું નક્કી કર્યું. બ્રાયને જમીન પર લંબાવી, ગાડીની નીચે જઈ જેક ક્યાં લગાડવો તે શોધી કાઢ્યું અને તે ગાડીનું પંક્ચર પડેલું ટાયર બદલવા લાગ્યો
   થોડી વાર માં તેણે ગાડી નું ટાયર બદલી નાખ્યું. જ્યારે તે ટાયર નાં છેલ્લાં કેટલાંક નટ-બોલ્ટ ફીટ કરી રહ્યો હતો ત્યારે મહિલાએ ગાડી ની બારી નો કાચ નીચે કરતાં બ્રાયન સાથે વાતચીત કરવા માંડી.
  
તેણે બ્રાયનને જણાવ્યું કે તે નજીકના પરા માં રહે છે અને રસ્તે પસાર થઈ રહી હતી અને તેની ગાડી નાં એક ટાયરમાં અચાનક પંક્ચર પડયું.
    
તેણે બ્રાયનનો પોતાની સામેથી મદદ કરવા બદલ અંત:કરણ પૂર્વક આભાર માન્યો. બ્રાયને સ્મિત આપ્યું અને ટાયર બદલવાનું કામ પૂરું કર્યું.મહિલા બ્રાયન ને પૂછ્યું કે તેણે કેટલા પૈસા ચૂકવવાના છે. તે મોં માગ્યા પૈસા ચૂકવવા તૈયાર હતી. જો બ્રાયને તેની વણમાગી મદદ કરી હોત તો આવી રાતે સૂનસાન માર્ગ પર જે જે અઘટિત, અમંગળ ઘટનાઓ ઘટી શકી હોત તેની કલ્પના માત્ર થી ધ્રુજારી છૂટતી હતી.
   
બ્રાયને પૈસા માટે મદદ કરી નહોતી. ભલે તે ગાડીઓ સમી કરવાનું કામ કરતો હતો પણ અત્યારે તેણે એક મુસીબતમાં ફસાયેલ મહિલાને મદદ કરવાનું સત્કર્મ કર્યું હતું આથી તેણે સજ્જનતાપૂર્વક પૈસા લેવાની ના પાડી અને મહિલા ને કહ્યું કે જો તેણે તેના સારા કામનું રૂણ ચૂકવવું હોય તો ભવિષ્યમાં ક્યારેક કોઈને મદદની જરૂર છે એમ જુએ તો તેણે ઘટના યાદ કરવી અને તે જરૂરીયાતમંદ વ્યક્તિને મદદ કરવી. અને આમ કરવાથી પોતાની મદદ નો બદલો પોતાને મળી રહેશે. સ્મિત સાથે તેણે મહિલા ને વિદાય આપી.
   
ગાડી અધ રસ્તે ખોટકાઈ જતાં મોડું થવાને લીધે મહિલા સમયસર ભોજન પણ લઈ શકી નહોતી અને તેને ભૂખ લાગી હતી. થોડે આગળ એક નાનકડી પણ સારી હોટલ દેખાઈ. ત્યાં તેણે કઈંક ખાવા માટે ગાડી રોકી. ગર્ભવતી એવી એક વેઈટ્રેસે તેનું ઉમળકાભેર સ્મિત સાથે સ્વાગત કર્યું. આખા દિવસ ની થાકેલી અને ગર્ભાવસ્થાના છેવટના દિવસો પસાર કરી રહી હોવા છતાં તેના ચહેરા પર જળવાઈ રહેલું સ્મિત મોહક અને ઉષ્મા ભર્યું હતું. તેનો અભિગમ હકારાત્મક હતો.
   
મહિલા ને વિચાર આવ્યો કે ગરીબાઈ અને અથાક પરિશ્રમ બાદ પણ કઈ રીતે કોઈ આટલું ઉષ્મા સભર અને મળતાવડું હોઈ શકે. તેને એક ક્ષણે બ્રાયન યાદ આવી ગયો.
ભોજન લઈ લીધા બાદ તેણે મોટી રકમની નોટ વેઇટ્રેસને આપી. વેઇટ્રેસ છુટ્ટા લેવા ગઈ પણ પાછી ફરી ત્યારે મહિલા જઈ ચૂકી હતી. જતા પહેલા તેણે પ્લેટ નીચે મૂકેલી હસ્તલિખિત ચબરખી પર વેઇટ્રેસ નું ધ્યાન ગયું અને તેણે ઉપાડી એમાં જે લખ્યું હતું તે વાંચવા માંડ્યું.
     
તેની આંખો ભરાઈ આવી. ચબરખી માં લખ્યું હતું 'તમારે મને કંઈ ચૂકવવાનું નથી. મને પણ આજે મદદ ની જરૂર હતી અને એક અજાણ વ્યક્તિ મારી મદદ કરી હતી. તમે પણ મદદ ની સાંકળ આગળ ધપાવી શકો છો.'
   
અને પ્લેટ ની નીચે બીજી નોટો ની થોકડી મૂકેલી હતી!
   
ઘેર પાછા ફર્યા બાદ પલંગ પર સૂતી વેળાએ વેઇટ્રેસ ઘટના વાગોળી રહી. મહિલા ને કઈ રીતે ખબર પડી હશે કે ગર્ભા વસ્થા નાં અંતિમ સમયે તેને અને તેના પતિને પૈસાની કેટલી તાતી જરૂર હતી.
     
તેને પોતાનો પતિ અંગે કેટલો ચિંતિત હતો વિશે પણ જાણ હતી. થોડાં સમય પહેલાં આવીને પલંગ પર સૂઈ ગયો હતો. તેણે પતિના કપાળે હળવું ચુંબન કરતાં કહ્યું, "હવે ચિંતા નું કોઈ કારણ નથી, મારા વ્હાલા બ્રાયન એન્ડરસન! "
એક જૂની કહેવત છે કે જે જાય છે તે ફરી પાછું આવે છે. અંગત જીવનમાં કે કામ ને સ્થળે તમે જે કંઇ આપો છો તે તમારી પાસે પાછું ફરે છે. જો તમે નકારાત્મકતા આપશો તો તમારી પાસે નકારાત્મકતા પાછી ફરશે, જો તમે કોઈનો વિશ્વાસ તોડશો તો કોઇ તમારો વિશ્વાસઘાત કરશે. જો તમે શ્રેષ્ઠ ની અપેક્ષા રાખતા હોવ તો શ્રેષ્ઠ આપો.
     
વિદ્વાન લોકો ને પ્રશ્નો પૂછો, શાણા માણસો સાથે વાતચીત કરો - દોસ્તી રાખો અને ગરીબો પ્રત્યે હમદર્દી.


(ઇન્ટરનેટ પરથી

No comments:

Post a Comment