Wednesday, October 12, 2016

ઔચિત્યપૂર્ણ વ્યવહારની મિસાલ

એક સાંજે એક બાળક તેના મામા સાથે મિરઝાપુર શહેરમાં લટાર મારવા નીકળ્યો હતો. તેની ઉંમર હતી વર્ષ ને તેમના મામાની દસ વર્ષ.
તેમણે એક માણસને હાથમાં એક ટોપલી લઈ ઉભેલો જોયો. તેમણે તેને પૂછ્યું કે ટોપલીમાં શું છે? તે માણસે જવાબ આપ્યો,"ટોપલીમાં મીઠી સરસ કેરી છે. લો એક તમારા માટે અને એક તમારા સાથીદાર માટે. ચાખો. મારે ઘેર કેરીઓ વેચીને જવાનું છે. હું તમને સો કેરી એક આનામાં આપીશ. લઈ લ્યો."
તેમણે કેરી ચાખી અને ખરેખર ખુબ મીઠ્ઠી હતી. તેમણે માણસને કેરી ના પૈસા આપ્યાં. માણસે કેરીઓ ગણવા માંડી. તે જ્યારે ૫૦ કેરી ગણી રહ્યો ત્યારે બાળકે તેને થોભી જવા કહ્યું. માણસને નવાઈ લાગી. શાસ્ત્રીજીએ કહ્યું,"અમારે માત્ર ૫૦ કેરી જોઇએ છે. પૈસા પૂરા તમે રાખી લો. માણસ અવાચક બની તેમની સામે જોઇ રહ્યો અને પછી આભાર માની ત્યાંથી જતો રહ્યો. લલ્લન મામાએ બાળકને મૂર્ખ ગણાવી કહ્યું કે શા માટે તેણે ઓછા પૈસામાં કેરી મળી રહી હતી તો તેનો અસ્વીકાર કર્યો? બાળકે સમજાવ્યું,"તમે જોઈ શક્યા કે માણસ કેટલી મુસીબતમાં હતો જેથી એણે આવી સારી કેરી માત્ર એક આનામાં સો ના ભાવે વેચવી પડી હશે? તેની આવી મજબૂરીની પરિસ્થિતીનો લાભ શા માટે લેવો?"
આવા ઉદાત્ત અને ઉમદા વિચારો ધરાવનાર એ  બાળક બીજું કોઈ નહિ પણ આપણાં દેશને આઝાદી મળ્યા બાદ તેના દ્વિતીય પ્રધાનમંત્રી બનનાર લોકપ્રિય નેતા લાલબહાદુર શાસ્ત્રી હતા. મહાન નેતાનો જન્મ પણ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને દિવસે જ એટલે કે ૨જી ઓક્ટોબરે  થયો હતો.
તેઓ માનતા કે સદાયે માનવીએ અન્યો સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ. રાષ્ટ્રઘડતરમાં આપણાં સૈનિક અને ખેડૂત ભાઈઓના ફાળાને ધ્યાનમાં લેતા તેમણે આપણને સૂત્ર આપ્યું "જય જવાન જય કિસાન". ઔચિત્ય, નમ્ર પણ મહાન વિભૂતિનો ખુબ મહાન અને નોંધનીય સદગુણ હતો. જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી સાથે ન્યાયથી, પ્રમાણિકતાથી અને ઔચિત્યપૂર્ણ રીતે વર્તે તો તમે પણ એમની સાથે એવો વર્તાવ કરો.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment