Saturday, October 15, 2016

ભગવાન કહે છે...

હું હવે થાકી ગયો છું માણસોથી
રાતને દીવસ સતત કંઈને કંઈ માગ્યા કરે
બંઘ આંખે, હાથ જોડે, શીશ ઝુકાવે, ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે
ધુપને દીવા કરે, પુજન કરે, અર્ચન કરે છે ને કથાકીર્તન, હવનહોળી કરે, મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે
મને ફળફુલ, નૈવેદ ને શ્રીફળ ધરેમાગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે
હું હવે થાકી ગયો છું માણસોથી
સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા, પાતાળ ને આકાશમાં
તો પણ મને પુરે છે મંદીરમસ્જીદોની જેલમાં, છું હું ઘણાં યુગોથી કારાવાસમાં,
હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે, અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરે
હું હવે થાકી ગયો છું માણસોથી
માણસો સર્જીને કીઘી ભુલ મેં, આજે જુઓ મુર્તીઓ મારી સર્જે છે
હવે ડુબાડે છે, વીસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે હવે
રોડ પર કાઢીને શોભાયાત્રા, ડીસ્કોને ડીજે. તાલમાં જાહેરમાં નાચ્યા કરે
હું હવે થાકી ગયો છું માણસોથી
માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને નોકરીઘંઘોસગાઈને સીમંત
બંગલોને કાર, સીદ્ઘીસંપત્તી ને રોગમુક્તીએવી અઢળક માંગણોઓ છે અનંત
મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી મારી કાયમ માનતા માન્યતા કરે
હું હવે થાકી ગયો છું માણસોથી!
 - અજ્ઞાત

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. ચંદ્રેશ મહેતા, મહેક દોશીOctober 23, 2016 at 1:04 PM

    ભગવાન કહે છે..લેખ વાંચવાની ખુબ મજા આવી.

    ReplyDelete
  2. રોહિત ખીમચંદ કાપડિયાOctober 23, 2016 at 1:05 PM

    શનિવારની ઇન્ટરનેટ કોર્નરનો લેખ વાંચ્યો. જોગાનુજોગ શુક્રવારનાં રોજ જ એક રચના સ્ફુરી હતી, જે કદાચ આ વિષયને અનુરૂપ જ હતી. પ્રતિભાવ રૂપે મોકલું છું.
    અદ્રશ્ય ગણે છે મને,
    ને પછી વિવિધ રૂપોથી ઓળખે છે.
    જ્યાં દ્રશ્ય હું છું ત્યાં ,
    કોઈ મારી પૃચ્છા પણ નથી કરતુ.

    પ્રતિમા રૂપે ઘડે છે,
    ને પછી છપ્પન ભોગ ધરાવે છે.
    જ્યાં ભૂખ્યો છું હું ત્યાં ,
    કોઈ એક બટકું પણ નથી ધરતું.

    વીતરાગ માને છે મને,
    ને પછી ઠાઠથી આંગી રચાવે છે.
    જ્યાં ટાઢે હું ધ્રૂજું છું,
    કોઈ એક વસ્ત્ર પણ નથી ધરતું.

    જયોતિરૂપ ગણે છે મને,
    ને પછી મારી આરતી ઉતારે છે.
    જ્યાં અંધારે ઘેરાયો છું,
    કોઈ આશદીપ પણ નથી ધરતું.

    બહાર શોધે છે મને,
    ને પછી ધર્મનાં વાડા રચે છે.
    ભીતરમાં હું છું ત્યાં,
    કોઈ એક નજર પણ નથી કરતું.

    ReplyDelete