Saturday, November 14, 2015

નવા વર્ષમાં કરવા જેવા નિર્ધાર


પ્રાર્થના કરીશ

રાતે સમયસર સૂવા જઈશ

સવારે વહેલો ઉઠીશ જેથી દિવસની શરૂઆત ઉતાવળે કરવી પડે

જે કામો મારા નક્કી કરેલા દૈનિક સમયપત્રકમાં બંધબેસતા નહિ હોય તેમને નમ્રતા પૂર્વક ના કહી ટાળીશ જેથી તે હાથમાં લેતા થનારી માનસિક આરોગ્યને થનારી હાનિ ટાળી શકાય

કરવાના કામો બીજા સક્ષમ લોકોને કરવા સોંપી હું વધુ પડકાર ભર્યાં કામો તરફ લક્ષ આપીશ

સાદું અને સરળ જીવન જીવવા પ્રયત્ન કરીશ

થોડામાં ઘણું સિદ્ધાંત અપનાવીશ

કોઈ પણ કામ પૂર્ણ કરવા કે કોઈ નિયત સ્થળે પહોંચવા થોડો વધારાનો સમય હાથવગો રાખીશ

જીવનની ગતિ ધીમી પાડીશ.મોટા બદલાવ અને અઘરા કામોને નાના ટુકડાઓમાં વિભાજીત કરી સમયના ચોસલાઓમાં વહેચી નાખીશ.અઘરી વસ્તુઓ એકી સાથે હાથમાં લઈ તેમને પતાવવાનો પ્રયાસ કરીશ નહિ.

૧૦ એક એક દિવસ જીવીશ

૧૧ ચિંતા અને ખરેખર કાળજી કરવા જેવી બાબતો વચ્ચેનો ભેદ સમજી લઈશ.જો કોઈ બાબત ખરેખર કાળજી કરવા યોગ્ય હશે તો ઇશ્વર મને એનો કઈ રીતે સામનો કરવા ઇચ્છે છે વિશે વિચારી તે બાબત અંગે ચિંતા કરવાનું છોડી દઈશ.જો કોઈક પરિસ્થિતી એવી હશે જે અંગે હું કંઈ કરવા સમર્થ નથી તો તેને ભૂલી જવા પ્રયત્ન કરીશ.

૧૨ હંમેશા બજેટમાં ખર્ચ કરવાની ટેવ પાડીશ.ખોટા ખોટા ખર્ચા ટાળીશ.

૧૩ બેક અપ પ્લાન(એક વસ્તુ નિષ્ફળ જાય તો તેની જગાએ બીજી વસ્તુ અમલમાં મૂકવાની તૈયારી) સદાયે તૈયાર રાખીશ.પર્સમાં સદાયે કારની અને ઘરની એક વધારાની ચાવી મારી પાસે રાખીશ.

૧૪ મૌનનો મહિમા બરાબર સમજી તેને અમલમાં મૂકીશ.(મૌન તમને અનેક સંકટોમાંથી બચાવે છે.)

૧૫ મારામાં રહેલા બાળક માટે રોજ કંઈક કરીશ

૧૬ કતારમાં ઉભા રહેવાનું હોય એવી વેળાએ સદાયે એક પુસ્તક સાથે રાખીશ જેથી વાંચી સમયનો સદુપયોગ કરી શકાય

૧૭ જરૂરી આરામ કરીશ

૧૮ યોગ્ય ખાઈશ

૧૯ વ્યવસ્થિત રીતે જીવન જીવીશ.દરેક વસ્તુને યોગ્ય સ્થાને ગોઠવીશ

૨૦ ડ્રાઈવ કરતી વખતે જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે એવી પ્રેરણાત્મક વાતો સાંભળીશ

૨૧ વિચારો અને પ્રેરણાને લખવાની આદત કેળવીશ

૨૨ રોજ થોડો સમય પોતાની જાત સાથે એકાંતમાં ગાળીશ

૨૩ સમ્સ્યા ઉભી થાય ત્યારે ઇશ્વર સાથે ત્વરીત સંવાદ સાધીશ. નાના નાના સંકટો તે સૂક્ષમ હોય ત્યારે નષ્ટ કરીશ

૨૪ ઇશ્વરીય ગુણો ધરાવતા લોકો સાથે મૈત્રી બાંધીશ

૨૫ સુભાષિતો કે મેં નોંધેલા સદવિચારોની ડાયરી હાથવગી રાખીશ

૨૬ રોજ ઇશ્વરનો આભાર માનીશ

૨૭ હસીશ

૨૮ વધુ હસીશ!

૨૯ કામને ગંભીરતાથી લઈશ પણ પોતાની જાતને ક્યારેય નહિ

૩૦ ક્ષમાનો ગુણ અપનાવી તેનો સદાયે અમલ કરીશ

૩૧ દયાહીન લોકો પ્રત્યે પણ ઉદાર બનીશ

૩૨ અહંકારને કચડી નાંખીશ

૩૩ બોલીશ ઓછું,સાંભળીશ વધુ

૩૪ ધીમો પડીશ,રઘવાટ ઓછો કરી નાંખીશ

૩૫ મારી જાતને સતત યાદ અપાવ્યા કરીશ કે હું બ્રહ્માંડનો જનરલ મેનેજર નથી

૩૬ રોજ રાતે સૂતા પહેલા એક એવી વાત યાદ કરીશ જેના માટે હું આભારવશ થઈ શકું અને જેના માટે મેં પહેલા ક્યારેય આભારની લાગણી પ્રગટ કરી હોય

૩૭ સદાયે યાદ રાખીશ કે ઇશ્વર પાસે પૂરી બાજી તમારા પક્ષમાં ફેરવી નાખવાની તાકાત છે. જો ઇશ્વર મારી સાથે હોય તો કોણ મારી સામે થઈ શકે?

 ('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઇન્ટરનેટ કોર્નરમાં 'નવા વર્ષમાં કરવા જેવા નિર્ધાર' ખુબ સારા હતાં. હું હવે બ્રહ્માંડનો જનરલ મેનેજર નથી, તમારો લેખ વાંચી મેં તરત આ પદેથી રાજીનામુ આપી દીધું છે. હવે હું પતંગિયા જેવી હળવાશ અનુભવું છું. મને રાજીનામુ આપવાની પ્રેરણા આપવા બદલ તમારો આભાર!
    - પ્રવીણ મોદી

    ReplyDelete