Saturday, September 12, 2015

દસ સરસ વાત


. સિપાહી : સર આપણે બધી બાજુએથી દુશ્મનોથી ઘેરાઈ ગયા છીએ.
   મેજર : ખુબ સરસ! હવે આપણે કોઈ પણ દિશામાં હૂમલો કરી શકીશું.

. બધાં જાણે છે કે એલેકઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી પણ ઘણાં ઓછાંને ખબર હશે કે તેણે ક્યારેય પોતાના પરીવારને ફોન કર્યો નહોતો.કારણ તેની પત્ની અને પુત્રી બંને બઘિર હતાં.અન્યો માટે જીવવાનું ઉત્તમ ઉદાહરણ.

. જીવન માં સૌથી ખરાબ મોહ છે એનો જ્યારે ભંગ થાય ત્યારે ખુબ દુ: થાય છે.એકાંત જીવનની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે કારણ તમને બધું શિખવે છે અને જ્યારે તમે એને ગુમાવો ત્યારે તમને સઘળું પ્રાત થાય છે.

. જીવનમાં તમારી સામે સાચા બની રહે તેમનું ખાસ મહત્વ નથી પણ જે તમારી પીઠ પાછળ સાચા બની રહે તેઓ મહત્વનાં છે.

. ઇંડા પર બાહ્ય બળ લાગતા તૂટી જાય છે અને એક જીવનનો અંત આવી જાય છે પણ જો અંદરથી  તૂટે તો તેમાંથી એક નવા  જીવનની શરૂઆત થાય છે.

. તમે જેને ચાહતા હોવ તેની સામે તમારો અહમ નીચો સાબિત થાય તમારા અહમને કારણે તમે જેને ચાહતા હોવ તેને ગુમાવી બેસવા કરતાં વધુ સારૂં છે.

. માત્ર સારા સમયમાં હાથ મિલાવવાથી સંબંધ ઝળકી ઉઠતો નથી,બલ્કે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે હાથ મજબૂતાઈથી પકડી રાખવાથી નિખરે છે.

. તપાવેલા સોનામાંથી ઘરેણાં બને છે. ટીપેલ તાંબામાંથી તાર બને છે. પત્થર તૂટે ત્યારે એમાંથી શિલ્પ બને છે અને આમ તમે જેટલી વધુ પીડા વેઠશો એટલું તમારૂં મૂલ્ય વધશે.

. જ્યારે તમે કોઈ વ્યક્તિમાં વિશ્વાસ મૂકો ત્યારે તે પૂર્ણપણે મૂકજો.અંતે તમને બે માંથી એક તો મળશે :   જીવન ભર યાદ રહે એવો પાઠ અથવા એક ખુબ સારી વ્યક્તિ.

 ૧૦. જો ભગવાન બધે હોય તો પછી આટલાં બધાં મંદિરો શા માટે?

     એક શાણા માણસનો જવાબ: હવા બધે છે પણ તેને અનુભવવા પંખાની જરૂર પડે જ છે ને?

('ઈન્ટરનેટ પરથી')

4 comments:

  1. 'દસ સરસ વાત' ખુબ પ્રેરણાત્મક રહી...ખુબ ગમી.
    - કવિતા સંઘવી, અશોક દાસાણી, વંદના ચોથાણી, રસીલ બોસમિયા, નીતા દાસાણી, પિયુષ શાહ

    ReplyDelete
  2. વિકાસભાઈ, આજની કટારમાં દશેદશ વિચાર ઉત્તમ છે. જો અમલમાં મૂકાય, તો વ્યક્તિની જિંદગીને બદલી શકે છે, વ્યક્તિગત રીતે મોહભંગ થતા દુ:ખ અને ઉપાય તરીકે એકાંતની વાત બહુ ગમી.
    - જયસિંહ સંપટ

    ReplyDelete
  3. 'દસ સરસ વાત' લેખ અદભૂત હતો, ખુબ ખુબ સરસ હતો.
    મેં એ દસેદસ વાત મારી અંગત ડાયરીમાં નોંધી લીધી છે જેથી એ ગમે ત્યારે,ગમે તે સ્થળે વાંચી શકાય. આભાર.
    - મહેક દોષી

    ReplyDelete
  4. અંદરથી તૂટતું ઈંડું જેમ બચ્ચાને જન્મ આપે છે તેમ જ આપે જણાવેલી દસ સરસ વાતો હૈયાને અંદરથી ઝંઝોળી પ્રેરણાત્મક જીવન જીવવા પ્રેરણા આપે એવી છે.
    - રોહીત કાપડિયા

    ReplyDelete