Monday, May 11, 2015

મધર્સ ડે સ્પેશિયલ - એક માતાનો પ્રેમ

[ માતાના પ્રેમ ઉપર લખાયેલી એક સુંદર અંગ્રેજી કવિતાનો ભાવાનુવાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં આવતી કાલે ઉજવાનારા 'મધર્સ ડે' ના ઉપાલક્ષ્યમાં રજૂ કર્યો છે...આશા છે તમે સૌ એ વાંચી એમાં વર્ણવેલા વિચારો સાથે સંપૂર્ણ સહમત થશો...જગતની સર્વે માતાઓને વંદન ! ]

એક માતાના પ્રેમની ક્યારેય કોઈ વ્યાખ્યા કરી શકશે નહિ..
એ ગહન સમર્પિતતા,ત્યાગ અને વેદનાઓનો બનેલો હોય છે...
એ શાશ્વત હોય છે,નિસ્વાર્થ હોય છે...
અને કોઈ પણ ભોગે સહન કરવાની વૃત્તિથી ભર્યો હોય છે...
તેનો કોઈ નાશ કરી શકતું નથી અથવા આ પ્રેમને કોઈ છિનવી શકતું નથી...
એમાં ધીરજ છે અને ક્ષમા છે અન્ય બધાં તરછોડી દે ત્યારે પણ સંતાનને સ્વીકારવાની ભાવના છે...
એ ક્યારેય નિષ્ફળ જતો નથી કે ઓછો થતો નથી ભલેને પછી તેનું પોતાનું હ્રદય તૂટતું કેમ ન હોય...
જ્યારે જગત આખું ધિક્કારતું હોય, એ વિશ્વાસની સઘળી સરહદો પારનો વિશ્વાસ ધરાવે છે
અને એ દુર્લભમાં દુર્લભ અને અતિ તેજસ્વી રત્નોના ઝળહળતા તેજ કરતાં પણ વધુ સૌંદર્ય સાથે પ્રકાશે છે... એ અવ્યાખ્યાતિત છે અને તેને કોઈ રીતે સમજાવી શકાતો નથી...
અને તે એક રહસ્ય સમાન જ બની રહે છે...
કુદરતના બેજા કેટલાક વણ ઉકેલ્યા રહસ્યોની જેમ...
એવો એક ભવ્ય ચમત્કાર જેને મનુષ્ય ક્યારેય સમજી શકતો નથી અને ઇશ્વરના પ્રેમાળ અસ્તિત્વનું અદભુત પ્રમાણ છે માનો પ્રેમ...

- હેલન સ્ટીનર રાઈસ

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment