Saturday, January 31, 2015

આજનાં યુગની એક મોડર્ન કવિતા


બધાં ની જિંદગી બદલાઈ ગઈ છે

જાણે એક નવા બીબામાં ઢળી ગઈ છે

કોઈ ગર્લફ્રેન્ડમાં બિઝી છે

તો કોઈ પત્ની પાછળ ક્રેઝી છે...

કોઈને નોકરીમાંથી ફુરસદ નથી

 તો કોઈને દોસ્તોની જરૂરત નથી

કોઈ વાંચનમાં ડૂબેલું છે

તો કોઈ અન્ય કોઈ શોખ-વ્યસનમાં...

બધાં યાર-દોસ્ત ગુમ થઈ ગયાં છે

તૂ થી 'આપ' અને 'તમે' પર આવી ગયાં છે...

કોઈ માત્ર 'કેમ છો' કહી ફોર્માલિટી કરે છે

તો કોઈ વાત કરવા માટે ગિલ્ટી હોવાનો અનુભવ કરાવે છે...

સમય ની તાસીર છે

કોઈએ નંબર સેવ કર્યો

તો કોઈ અજાણ્યા બનવાનો દંભ કર્યો

માન્યું કે હવે આપણે સાથે નથી

 પણ મૌન રહેવાનું પણ કોઈ કારણ નથી

ક્યારેક મળો તો કંઈક બોલો તો ખરા

 વળેલી ગાંઠો ખોલો તો જરા

ફરિયાદ હોય તો એને દૂર કરો

પણ એકમેકથી દૂર તો રહો

દોસ્તી બસ આમ જાળવી રાખજો

 દિલમાં યાદોના દિવા પ્રજ્વલિત રાખજો

-     અજ્ઞાત

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. મોડર્ન કવિતા ખૂબ સારી હતી."કોઇ કેમ છો પૂછીને ફોર્માલીટી કરે છે" આ પંક્તિ ખરેખર આજના સમય માટે યથાર્થ લાગી.
    - મહેક દોશી

    ReplyDelete
  2. મોડર્ન કવિતા વર્તમાન સમયને તદ્દન અનુરૂપ હતી.
    - ચંદ્રેશ મહેતા

    ReplyDelete