Saturday, September 6, 2014

પ્રાણીઓ,પંખીઓ અને જીવજંતુઓ વિશેની રસપ્રદ માહિતી


* કીડીઓ સૂતી નથી.

* ઘુવડની આંખો નળાકાર હોય છે જેથી એ તેને ફેરવી શકતું નથી.

* પંખીને તેના કદ કરતા વધુ પ્રમાણમાં ખોરાક જોઇએ છે.

* અમેરિકામાં સૌથી વધુ સામાન્ય સસ્તન પ્રાણી ઉંદર છે.

* તાજા જન્મેલા બાળ કાંગારૂની લંબાઈ માત્ર એક ઇન્ચ જેટલી હોય છે.

* ગાય પોતાના જીવન દરમ્યાન બે લાખ ગ્લાસ ભરી દૂધ આપે છે.

* કેનેરી ટાપુઓનું નામ કૂતરાની એક ખાસ જાત પરથી પાડવામાં આવ્યું હતું.

* કૂતરાની ૭૦૧ જાત/ બ્રીડ હોય છે.

* પોલકેટ એ બિલાડી નહિ પરંતુ નોળિયાને મળતું આવતું એક પ્રકારનું નિશાચર પ્રાણી છે.

* જેના કારણે સૌથી વધુ મનુષ્યોના મૃત્યુ થતાં હોય તેવો જીવ મચ્છર છે.

* અત્યાર સુધીના સૌથી મોટા ભૂંડનો રેકોર્ડ ૧૯૩૯ના ઉત્તર કેરોલીના ના બ્લેક માઉન્ટીએન ના બિગ બોયના નામે છે જેનું વજન ૧૯૦૪ પાઉન્ડ હતું.

* જે નામ કે શબ્દોને અંતે 'ઈ' એવા ઉચ્ચાર વાળો અક્ષર હોય તેના પર બિલાડી વધુ ઝડપે, ત્વરીત પ્રતિભાવ આપે છે.

* બિલાડી પોતાના નાકની સીધું નીચે જોઈ શકતી નથી.

* ભૂંડ, વોલરસ અને ઝાંખો રંગ ધરાવતા ઘોડા પણ સૂર્ય તાપથી દાઝી જઈ શકે છે.

* સાપ પોતાના ઝેરથી અસર પામતો નથી.

*ઇગ્વાના નામનું ઘો જેવું પ્રાણી પાણી નીચે ૨૮ મિનિટ સુધી રહી શકે છે.

* કીડી કે મંકોડો જ્યારે ઝેર કે દવાની અસર પામી બેહોશ થાય ત્યારે પોતાના જમણા પડખે ઢળી પડે છે.

* માત્ર એક કલાક માટે હેડફોન પહેરવાથી તમારા કાનમાં બેક્ટેરીયાનું પ્રમાણ સાતસો ગણું વધી જાય છે.

* કૂતરા માત્ર દસ જુદા જુદા પ્રકારના સ્વર કાઢે છે જ્યારે બિલાડી સો જેટલાં.

* બિલાડી વર્ગનું સૌથી મોટું પ્રાણી નર સિંહ છે જેનું વજન ૫૨૮ પાઉન્ડ કે ૨૪૦ કિલો જેટલું હોય છે.

* મોટા ભાગની લિપસ્ટીકમાં માછલીના શરીર પરના ભિંગડાનો ઉપયોગ થયો હોય છે.

* એક માત્ર ખાદ્ય પદાર્થ જે ક્યારેય ખરાબ થતો નથી એ છે મધ.

* ઉંદરોની પ્રજોત્પત્તિ એટલી ઝડપથી વધે છે કે માત્ર અઢાર મહિનામાં બે ઉંદરોમાંથી દસ લાખ જેટલા ઉંદર પેદા થઈ શકે છે.

 

છેલ્લે પ્રાણીઓ વિશે ટાંકેલા કેટલાક સુંદર અવતરણો જોઇએ...

હું એવા માણસના ધર્મની બિલકુલ દરકાર કરતો નથી જે તેના કૂતરા અને બિલાડી માટે સારો ન હોય.

- અબ્રાહમ લિંકન

આ જગતમાં કૂતરો એક માત્ર છે જે તમને તમારી જાત કરતાં પણ વધુ પ્રેમ કરે છે.

- જોશ બિલિંગ્સ

પ્રાણીઓ કેટલાં સમજુ અને ભોળા મિત્રો છે ,તેઓ ક્યારેય આપણને કોઈ પ્રશ્ન પૂછતાં નથી કે ક્યારેય આપણી કોઈ ટીકા કરતા.

- જ્યોર્જ એલિયોટ

કોઈ પણ માણસના હ્રદયની શુદ્ધતા માપવી હોય તો ચકાસી લો તે પ્રાણીઓ પ્રત્યે કેવું વર્તન દાખવે છે.

- અજ્ઞાત


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment