Saturday, September 27, 2014

"દ્રષ્ટિ"ની જરૂર છે...


નદી છીછરી હોવા છતાંય ગમે છે કારણ ...આપણી આંખ સામે એનું છીછરાપણું નહી પણ એનું મીઠું પાણી હોય છે...

સાગર ખારો હોવા છતાંય એની પ્રશંસા કરીએ છીએ કારણ ...એની ગંભીરતા દેખાય છે...

છોડ પર કાટાં હોવા છતાંય આકર્ષણ થાય છે કારણ ...આંખ સામે કાંટા નહી પરંતુ પણ એની વચ્ચે ખીલેલું ગુલાબ હોય છે ...

સામી વ્યક્તિમાં સંખ્યાબંધ દોષો હોવા છતાંય એને ચાહતા રહેવામાં આપણને કોઇ તકલીફ પડે એવી "દ્રષ્ટિ"ની જરૂર છે...

કારણ ...આખરે તો આત્મા અનેક ગુણોનો માલિક છે...!!!

 
('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. 'દ્રષ્ટીની જરૂર છે' માં છપાયેલી કવિતા ખૂબ સારી હતી.એ અમારા સૌ વાચકો સાથે શેર કરીને તમે એક ખૂબ સારૂં કામ કર્યું છે. આ કવિતાના મૂળ કવિને અને તમને ધન્યવાદ!
    - ધીરૂભાઈ મારૂ, કાંદિવલી

    ReplyDelete
  2. 'દ્રષ્ટીની જરૂર છે' લેખ લાજવાબ રહ્યો. આવી સારી સારી વાતો શેર કરતાં રહો! આભાર...
    - પરાગ પંચમિઆ, મલાડ

    ReplyDelete
  3. વિકાસભાઈ,
    સૌ પ્રથમ તમને નવરાત્રિ અને દશેરાના પાવન પર્વોની અનેક ગણી શુભેચ્છાઓ!'ઇન્ટરનેટ કોર્નર'માં દ્રષ્ટી વિશે નો લેખ શેર કરી તમે એક ખુબ ઉમદા કામ કર્યું છે.તેમાં જણાવ્યા મુજબ જીવનમાં આપણો અભિગમ સદાયે હકારાત્મક હોવો જોઇએ. સારી બાબતો શક્ય એ દરેક દિશાઓમાંથી ગ્રહણ કરવી જોઇએ.વિશ્વ અનેક દ્વન્દ્વોથી ભરેલું છે : પ્રકાશ અને અંધકાર,સુખ અને દુ:ખ, જીત અને હાર.આપણે આપણો દ્રષ્ટીકોણ બદલવો જોઇએ જેથી આપણે અશુભ ન જોઇએ અને તેનાથી નકારાત્મક રીતે પ્રભાવિત ન થઈએ અને જેથી અહમ ત્યજી આપણે કેવલ દ્રષ્ટા બની સારી વસ્તુઓ માણીએ.આવા સારા દ્રષ્ટા બનીએ તો આપણાં જીવનમાં નિરાશા,ક્રોધ જેવા દુર્ગુણો નહિ બચે અને ગમે તેવા સંજોગોમાં આપણે જીવન માણી શકીશું.માત્ર હકારાત્મક દ્રષ્ટી જ હકારાત્મક વિશ્વનું સર્જન કરી શકે.
    - લાભશંકર ઓઝા

    ReplyDelete