Saturday, July 12, 2014

આટલું બધું હોવા છતાં...!!!


આટલાં બધાં રંગો હોવા છતાં કાળો અને સફેદ ઉચ્ચ વર્ગીય ગણાય છે!

આટલાં બધાં શબ્દોના અવાજ અને સંગીત છતાં મૌન શ્રેષ્ઠ ગણાય છે!

આટલું બધું ખાવાનું પ્રાપ્ય હોવા છતાં ઉપવાસ આરોગ્યપ્રદ ગણાય છે!

૪ આટલું બધું ફરવાનું અને નવી નવી જગાઓ ખોળવાનું હોવા છતાં પર્વતની તળેટીમાં ઝાડ નીચે બેસી ધ્યાન ધરવાનું ઉચ્ચતમ છે!

૫ આટલું બધું જોવાનું હોવા છતાં બંધ આંખોથી અંતરતળમાં ઝાંકવું શ્રેષ્ઠતમ છે!

૬ બીજા બધાંને સાંભળવા કરતાં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો શાશ્વત છે!

૭ ભૌતિક મોહમાયા ભર્યાં જીવનને બદલે શાંતચિત્ત આત્મા વધુ શાતાભર્યો અને દિવ્ય છે!

પ્રતિબિંબ ભ્રમણા છે...તમારી જ્ઞાનેન્દ્રિયોમાં વિશ્વાસ રાખો...

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment