Friday, February 28, 2014

'ઇન્ટરનેટ કોર્નર'નાં દસ વર્ષની સફર...

પ્રિય વાચકમિત્રો,
                જોતજોતામાં આજે 'ઇન્ટરનેટ કોર્નર'ને દસ વર્ષ પૂરાં થઈ ગયાં! ઇન્ટરનેટ મહાસાગર સમાન છે અને તેમાંથી સરસ મજાની વાતોરૂપી મોતી શોધી કાઢી તમારાં સૌ સાથે માણતાં માણતાં ક્યારેય એક આખો દસકો પૂરો થઈ ગયો તેની ખબર પડી!
                કટાર પર આધારીત પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખોની ચાર આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે તમારાં પ્રેમ અને શુભાશિષ વગર શક્ય બન્યું હોત  અને હવે શ્રેણી પર આધારીત ત્રણ નવા પુસ્તકો પણ તૈયાર થઈ રહ્યાં છે તેનાં નામો શું રાખવા નક્કી કરવામાં તમારાં સૌ પાસેથી મદદની અપેક્ષા રાખું છું.મને ઇમેલ અથવા મોબાઈલ પર જણાવશો તો તમારો આભારી રહીશ. તમારા મૂલ્યવાન પ્રતિભાવોનો ધોધ પણ વહાવ્યે રાખજો એમાં ડૂબકી મારીને હું પ્રેરણા પામતો રહું છું વધુ સારા લેખો લખવા માટે!
                સારા વિચારો ઇશ્વર આપણને સૌને આપતાં રહે અને એનો ફેલાવો આપણે કરતાં રહી આપણું અને આસપાસનાં સૌનું જીવન સુંદર અને સુખાકારી બનાવતા રહીએ એવી અભ્યર્થના...
આભાર!                                                 
- વિકાસ ઘનશ્યામ નાયક

3 comments:

  1. 'ઇન્ટરનેટ કોર્નર'નાં ૧૦ વર્ષ પૂરા કરવાં બદલ હાર્દિક શુભેચ્છાઓ...!!!સફર અવિરત ચાલુ રહે...
    - ભારતી જોશી(વિલે પાર્લે), જિગ્નેશ શહ (ગોરેગાંવ), રમેશ સૂતરીઆ(મલાડ), હિના કાપડીઆ(થાણે), વિક્રમ મહેતા(વાલકેશ્વર)

    ReplyDelete
  2. ઇન્ટરનેટ કોર્નરની દસમી વર્ષગાંઠ નિમિત્તે અઢળક શુભેચ્છાઓ.તમારા આ સત્કાર્યની યાત્રા અવિરત ચાલુ જ રહે અને ઇશ્વરની ક્રુપા તમારા પર સદાયે વરસતી રહે એવી પ્રાર્થના.
    - લાભશંકર ભાઈ (ઇમેલ દ્વારા)

    ReplyDelete
  3. ૧૦ વર્ષની સફળ યાત્રા બદલ ખૂબ ખૂબ અભિનંદન!આવતાં વર્ષોની સફર પણ આવી જ રીતે આનંદદાયક રહેશે એમાં શંકા નથી.ઇન્ટરનેટ પરનાં મોતીઓ વીણીને વાચકોને સાહિત્ય સભર બનાવનાર તમારો આભાર માનીએ એટલો ઓછો છે.બસ આવી જ રીતે સારી સારી માહિતી આપતા રહો.આપનાં પર ઇશ્વરના આશિર્વાદ વરસતા રહે અને એમણે સર્જેલી દુનિયા સુંદર બની રહે એવી અભ્યર્થના
    - ઇલાક્ષી મર્ચન્ટ (ઇમેલ દ્વારા)

    ReplyDelete