Sunday, February 2, 2014

રત્નકણિકાઓ


વાંચવા, વિચારવા, યાદ રાખવા અને અમલમાં મુકવા જેવી  રત્ન કણિકાઓ…
 

એટલા મીઠા બનો જેથી લોકો ચાવી નાખે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો, તેનું નામ ચિંતા!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી થાઓ,  કરકસર કરો પણ કંજુસાઈ કરો,
ઉદાર બનો પણ ઉડાઉ બનો, નમ્ર બનો પણ નમાલા બનો!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સ્વ માટે પ્રાથીએ, તે તો માત્ર યાચના છે,
સૌ માટે યાચીએ તે સાચી પ્રાર્થના છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રાર્થના આત્માનો ખોરાક છે!
નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી,
જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જીવનનો આધાર વાણી અને પાણી પર છે! ઈચ્છા દુ:ખની માં છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઉપવાસ તૂટે તો વાંધો નહિ,
કોઈનું દિલ તૂટવું જોઈએ!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચારિત્ર એટલે સારી ટેવ, સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જોઈ શકાય છે!
સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ક્ષમા આપવી સારી બાબત છે પણ,
તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે, તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે,
તો જીવનની કીમત છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જીવનના મુખ્ય ચાર સુખ છે:
પહેલું સુખ જાતે નર્યા,
બીજું સુખ ઘેર દીકરા,
ત્રીજું સુખ કોઠીએ જાર,
ચોથું સુખ સુલક્ષણા નાર!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દુ:ખના બે પ્રકાર છે:
કર્મ અનુસારનું આવી પડતું દુખ અને બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જાગતાની સાથે મરણનું સ્મરણ કરો,
તો જીવનનું મહત્વ સમજાશે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે,
ફૂલડાં ડૂબી જતા ને પથરા તારી જાય છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

તિલક કરતા ત્રેપન ગયા, જપમાલાના નાકા ગયા,
ચાલી ચાલી થાક્યા ચર તોય ના પહોંચ્યા હરિના શરણ !
 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. રત્નકણિકાઓ શ્રેષ્ઠ રહી.
    - પ્રદીપ સોલંકી (વોટ્સ એપ દ્વારા)

    ReplyDelete