Sunday, December 29, 2013

સ્ત્રીઓનું આર્થિક આયોજન

                રમેશ કુંવારો હતો અને તેના શ્રીમંત વિધુર બાપ સાથે મોટા બંગલામાં રહેતો હતો.તે પિતા સાથે પરિવારનો ધંધો સંભાળતો હતો.

                હવે બન્યું એવું કે એક દિવસ શ્રીમંત શેઠ અચાનક એક અસાધ્ય બિમારીમાં પટકાયા અને પોતાની અઢળક સંપત્તિ રમેશ માટે છોડી પરલોક સિધાવવાના તેમના દિવસો નજીક આવી ગયાં.રમેશ એકલો થઈ જવાના ડરથી ચિંતામાં પડી ગયો અને તેણે લગ્ન કરવા વિશે વિચાર્યું જેથી પરિવારના વારસામાં મળનારી અઢળક સંપત્તિ તે પત્ની સાથે વહેંચી સુખેથી રહી શકે.
                એક સાંજે,એકાદ ધંધાકીય બેઠક દરમ્યાન તેની નજર તેણે અત્યાર સુધી ક્યારેય જોઇ હોય એવી અતિ સ્વરૂપવાન યુવતિ પર પડી.તે યુવતિના સૌંદર્યએ રમેશના હોશકોશ ઉડાવી દીધા.

                ભલાભોળા રમેશે તેને કહ્યું"હું ભલે સીધોસાદો લાગતો હોઉં,પણ ટૂંક સમયમાં મારા પિતા તેમની અઢળક સંપત્તિનો મને વારસ બનાવી સ્વર્ગે સિધાવવાના છે.હું કરોડોનો માલિક બની જવાનો છું."
                શાણી યુવતિએ રમેશની બધી સંપર્ક વિગતો મેળવી લીધી અને ત્રણ દિવસ બાદ તેની સાવકી મા બની ગઈ!

                સ્ત્રીઓ આર્થિક આયોજનમાં પુરુષોથી ઘણી વધારે સારી હોય છે!

 ('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. તમારી બન્ને કોલમો - શનિવારે 'ઇન્ટરનેટ કોર્નર' અને રવિવારે 'બ્લોગને ઝરૂખેથી...', હું નિયમિત વાંચું છું સ્ત્રીઓનુ આર્થિક આયોજન આ લેખ ગમ્યો.આવા જ ટ્ચકા સમા લેખો આપતા રહેશો.
    - નિતીન મહેતા , મુંબઈ

    ReplyDelete