Friday, December 13, 2013

તો શું કરવું?


સાપ કરડે તો દવા થાય ખાલીપો કરડે તો શું કરવું?

ભૂત વળગે તો મંતર થાય લોભ વળગે તો શું કરવું?

પાણી છલકે તો ઢોળી દેવાય લાચારી છલકે તો શું કરવું?

આગ ભડકે તો પાણી નખાય, ઈચ્છાઓ ભડકે તો શું કરવું?

માલ ખડકે તો વેચી દેવાય ચિંતાઓ ખડકે તો શું કરવું?

વિચાર અટકે તો ફરીથી કરાય શ્વાસ અટકે તો શું કરવું?

ગળું તરસે તો પાણી પીવાય દિલ તરસે તો શું કરવું?

ઘર સળગે તો વીમો લેવાય સપના સળગે તો શું કરવું?

આભ વરસે તો છત્રી લેવાય આંખો વરસે તો શું કરવું?

સિંહ ગરજે તો ભાગી જવાય અહંકાર ગરજે તો શું કરવું?

શરીર ભટકે તો રોકી લેવાય મન ભટકે તો શું રવું?

કાંટો ખટકે તો કાઢી લેવાય કોઈ વાત ખટકે તો શું કરવું?

માણસ મલકે તો ખુશી થાય મૌત મલકે તો શું કરવું?

પીડા છલકે તો ગોળી લેવાય વેદના છલકે તો શું કરવું?

અજગર જકડે તો છૂટી જવાય લત જકડે તો શું કરવું?

પોલીસ પકડે તો જામીન થાય જીદ પકડે તો શું કરવું?


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment