Saturday, October 19, 2013

હ્રદયસ્પર્શી અંતિમ વિદાય


         આ કોઈ ફિલ્મી વાર્તા નથી પણ એક સાચો કિસ્સો છે.
                પુણેના કોઈક શ્રીમાન ઝવેર પૂનાવાલાની વાત છે. તેમનો ગંગાદત નામે એક ડ્રાઈવર હતો. છેલ્લા ત્રીસ વર્ષથી તે શ્રીમાન ઝવેરની લિમોઝાઈન ગાડી ચલાવતો હતો. કહેવાય છે કે લિમોઝાઈન ગાડી મૂળ ભગવાન રજનીશની હતી જે શ્રીમાન ઝવેરે તેમની પાસેથી ખરીદી હતી.
                જ્યારે ગંગાદત્તનું મ્રુત્યુ થયું ત્યારે શ્રીમાન ઝવેર એક ખાસ અગત્યના કામ માટે મુંબઈ આવ્યા હતા. જેવા તેમણે દુ:ખદ સમાચાર સાંભળ્યા તેવી તરત તેમણે પોતાની બધી મીટીંગ્ઝ રદ કરી નાંખી અને તરત ગંગાદત્તના પરિવારને ફોન કરી તેની અંતિમ વિધિ પોતે પૂના પાછા ફરે ત્યાં સુધી રોકી રાખવા જણાવયું અને તેઓ પોતે તરત હેલિકોપ્ટરમાં પુણે પરત ફર્યા.
                પુણે પહોંચતા વેત તેમણે આખી લિમોઝાઈનને સુંદર ફૂલો વડે શણગારાવી. લિમોઝાઈન હતી જે ગંગાદત્તે આખી જિંદગી ચલાવી હતી આથી શ્રીમાન ઝવેરની એવી ઇચ્છા હતી કે ગંગાદત્તની અંતિમ યાત્રા ગાડીમાં નિકળે. ગંગાદત્તના પરિવારે માટે સંમતિ આપી અને શ્રીમાન ઝવેર પોતે લિમોઝાઈન હંકારી ગંગાદત્તના શબને ઘાટ સુધી અંત્યેષ્ટી માટે લઈ આવ્યા.
                જ્યારે શ્રીમાન ઝવેરને અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ ખૂબ દુખી હતા અને ગંગાદત્તે તેમની રાત દિવસ સેવા ઘણાં વર્ષો સુધી કરી હતી તો તેઓ ગંગાદત્તના ક્યારેય ચૂકવી શકાય એવા રૂણને ચૂકવવા આટલું તો તેના માટે કરી શકે એમ હતા. તેમણે એવી માહિતી પણ આપી કે ગંગાદત્તે તેમના ગરીબીના દિવસો થી અમીરીની યાત્રા સુધી ક્યારેય તેમનો સાથ-સંગાથ છોડ્યો નહોતો. ગંગાદત્તે તેના બે બાળકોને પણ ખૂબ સારી રીતે ઉછેર્યાં હતાં. તેની દિકરી એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતી જે કાબેલે તારીફ ગણાય.
                શ્રીમાન ઝવેરે છેલ્લે જે વાત કરી તે સફળતાને લગતો જીવનનો એક અતિ અગત્યનો પાઠ શિખવી જાય છે. પૈસા તો દરેક જણ કમાય છે પણ આપણી સફળતામાં જેમનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ફાળો  હોય બધાં નો આપણે આભાર પ્રગટ કરવો જોઇએ. આવા સારા સંસ્કાર આપણે નવી પેઢીને આપવા જોઇએ.
                દ્રષ્ટાંત સાચી માનવતાનો પણ નિર્દેશ નથી કરતું?
                જો તમે એમાં વિશ્વાસ ધરાવતા હોવ તો લેખ તમારા મિત્રો,સગા-સંબંધીઓને સૌને વંચાવજો...

('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. 'ઇન્ટરનેટ કોર્નર'માં 'હ્રદયસ્પર્શી અંતિમ યાત્રા' વાર્તા ખૂબ સાચી અને સારી રહી.
    - ચંદ્રેશ મહેતા, વિક્રમ મહેતા (વ્હોટ્સએપ દ્વારા) ; ભાવેશ મહેતા (ફોન દ્વારા)

    ReplyDelete
  2. Very touching incident. Teaches us values of life.

    ReplyDelete
  3. 'હ્રદયસ્પર્શી અંતિમ વિદાય'માં શ્રીમાન ઝવેરે બધી મીટીંગ્ઝ રદ્દ કરી નાંખી અને તરત જ હેલિકોપ્ટરમાં ગંગાદત્તની અંતિમ યાત્રામાં હાજર રહ્યા.આ યુગમાં આવા કદરદાન માણસો જવલ્લેજ જોવા મળે.
    - રમેશ સુતરીયા (મલાડ-મુંબઈ), ઇમેલ દ્વારા

    ReplyDelete