Saturday, August 24, 2013

રાતે સારી ઉંઘ માટે ૧૦ ઉપયોગી નુસખા


*)            એક ચોક્કસ સમયપત્રક બનાવી તેને વળગી રહો.જો તમારો રોજનો સૂવાનો સમય નિશ્ચિત નહિ હોય તો તમારા શરીરની જૈવિક ઘડિયાળને તમારું શરીર નહિ અનુસરે. મમ્મી નાનપણમાં ચોક્કસ સમયે સૂઈ જવાનો આગ્રહ રાખતી તમારા સારા માટે હતું! શનિ-રવિ વારે રાતે પણ નિયત કરેલા સમયે સૂઈ જાઓ નહિતર બીજે દિવસે સવારે તમે મોડા ઉઠશો અને વધુ થાકી ગયા હોવ તેવું અનુભવશો.

*)            માત્ર રાતે સૂઓ.જો શક્ય હોય તો દિવસ દરમ્યાન સુવાનું ટાળો.જો તમે દિવસ દરમ્યાન લાંબુ સૂઈ જશો તો તમારી રાત્રિની ઉંઘના કલાક ઘટી જશે.દિવસ દરમ્યાન વીસેક મિનીટનું ઝોકુ ખાઈ લેશો (જેને "પાવર નેપ" કહે છે) તો પૂરતું છે.

*)            કસરત કરો.તેનાથી તમને સારી ઉંઘ આવે છે એમ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે.તમારું શરીર ઉંઘ દરમ્યાન કસરત પામેલા સ્નાયુઓ અને સાંધાઓને રીકવર કરે છે.રોજ સવારે કે બપોરે વીસ થી ત્રીસ મિનિટની કસરત તમને આરામદાયી ઉંઘ બક્ષશે.પણ કસરત તમારા શરીરને ઉત્તેજીત કરે છે આથી જો સૂતા પહેલા તમે એરોબિક્સ જેવી કસરત કરશો તો ઉલટું તમને ઉંઘ જલદી નહિ આવે.

*)            સૂતા પહેલા ગરમ પાણીથી કરેલું સ્નાન સરસ ઉંઘ લાવે છે કારણ તેમ કરવાથી તંગ થયેલા સ્નાયુઓને આરામ મળે છે.

*)            સૂવાના થોડા સમય અગાઉ ખાવાનું ટાળો.સૂતા પહેલા ભારે કે તળેલો ખોરાક પણ ટાળો.તમારું રાતનું ભોજન સૂવાના બે કલાક પહેલા પતી જવું જોઇએ.આનાથી ખોરાકના પાચનની ક્રિયાનો મોટો ભાગ પૂર્ણ થઈ જાય છે. જેથી તમારા શરીરને જરૂરી આરામ મળી રહે છે.

*)            સૂતા પહેલા કેફેઇન લેવાનું ટાળવું જોઇએ.આપણે બધાં જાણીએ છિએ કે તેનાથી ઉંઘ આવતી નથી.

*)            કોઈક કાલ્પનિક કથાવસ્તુ ધરાવતું પુસ્તક વાંચો.જો તમે ધ્યાન દઈને વાંચો તો તે તમને એક નવી દુનિયામાં લઈ જાય છે.અને પછી સૂતા પહેલાં થોડો સમય તમે જે વાંચ્યું તેના વિષે વિચારવામાં ગાળો.કદાચ પુસ્તક ગમે તે હોય પણ જેટલું તમે વધારે વાંચશો એટલી તમને વધુ સારી ઉંઘ આવશે.


*)            સૂવાનો ખંડ થોડો ઠંડો રાખો.બારી હોય તો તે ખુલ્લી રાખી હવાની અવર્જવર થવા દો.તમારા કક્ષમાં .સી. હોય અને તે તમને આખી રાત ચાલુ રાખવાનું અનુકૂળ આવતું હોય તો સૂતા પહેલા તે થોડી વાર ચાલુ રાખી તમારા શયનકક્ષનું હવામાન ઠંડુ થઈ જવાદો.

*)            શયનકક્ષમાં અને આસપાસ શાંતિ જાળવો.સંગીત કે ટી.વી.ચાલુ રાખ્યા વગર વધુ સારી ઉંઘ આવે છે.કોઈ પણ પ્રકારના અવરોધ કે ખલેલ પહોંચાડનારા સાધન વગર શાંત અને સ્વચ્છ મન વધુ સારી નિદ્રા માણી શકે છે.

*)            સૂતા પહેલા આલ્કોહોલનું સેવન કરો.તે એક દીપ્રેસન્ત તરીકે કામ કરે છે.એનાથી કદાચ તમને ઉંઘ જલ્દી તો આવી જશે પણ તમે અડધી રાતે ઉઠી જશો.જેમ જેમ આલ્કોહોલ તમારા શરીરમાં એકરસ થતું જશે તેમ તેમ તમે અનિદ્રા અને ક્યારેક તો ભયંકર દુસ્વપ્ન કે નાઈટમેર જેવી સ્થિતીનો ભોગ બનશો.

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ભાઈ વિકાસ, સારી ઉંઘ માટેના ૧૦ ઉપયોગી નુસખા જાણ્યાં.મારી પાસે ૧૧મો નુસખો છે.હું રોજ રાતે સૂતા પહેલાં એફ.એમ.રેડિયો સાંભળુ છું.એ સાંભળતા સાંભળતા સરસ ઉંઘ આવે છે અને સારી ઉંઘ બાદ સવારે તાજગી અનુભવાય છે.
    - રમેશ સુતરીયા (મલાડ), ઇમેલ દ્વારા

    ReplyDelete