Monday, August 19, 2013

રક્ષાબંધન


તમારે કાંડે આજે પવિત્ર સૂત્ર શોભે છે. બહેને બાંધેલી સૂક્ષ્મ રાખડી બળેવને દિવસે દર વર્ષે બાંધે છે તેમ. બહેન અને ભાઇ વચ્ચેના સંબંધનું પ્રતીક આજે તમારે હાથે શોભતી રાખડી  છે. તમારા ને બહેનના નિર્મળ પ્રેમની સાક્ષી છે.
રક્ષાબંધનને પ્રસંગે તમે તમારી સગી બહેનને કોઇ ભેટ આપી કે પૈસાની કોઇ રકમ એના હાથમાં મૂકી એટલે તમારી જવાબદારી પૂરી થઇ ગઇ એમ નથી.  જવાબદારી ફક્ત સગી બહેન માટે નહીં પણ બધી બહેનો માટે છે. અને તે એક દિવસ માટે પણ નહીં પણ તમારે કાંડે સૂત્ર હોય ત્યાં સુધી, અને સૂત્ર તૂટે-છૂટે ત્યારે પણ આખી જીંદગી માટે છે. તમારા આખા જીવનમાં તમારા સંપર્કમાં આવનાર બધી સ્ત્રીઓ માટે પ્રેમ, આદર ને  રક્ષણ આજનો મંત્ર ને આદેશ છે.
રાખડીને દિવસે આપણા હાથમાં કોઇ રાખડી બાંધે કે  બાંધે, પણ રક્ષ્ય વર્ગનું હિતનું ચિંતન કરવું જોઇએ દિવસનો સંદેશ છે.
- કાકા સાહેબ કાલેલકર અને ફાધર વાલેસ


(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment