Sunday, July 31, 2011

એક ન જન્મેલા બાળકની ડાયરી

૧૫ જૂન - મારું માતાના ગર્ભમાં અંડાશય સાથે જોડાણ થયું...

૧૭ જૂન - હવે હું એક જીવંત કોષ છું.

૩૦ જૂન - મમ્મી એ પપ્પાને ખુશ ખબર આપ્યા કે તે પપ્પા બનવાના છે!

મમ્મી અને પપ્પા ખૂબ ખુશ છે! મને પણ તેમને બંને ને મારા કારણે આટલા ખુશ જોઈ અસીમ આનંદની અનુભૂતિ થાય છે!

૧૫ જુલાઈ - મારી મમ્મી જે કંઈ ખાય છે એમાંથી જ મને પોષણ મળે છે.

૧૫ સપ્ટેમ્બર - હવે હું મારા હદયના ધબકારા અનુભવી શકું છું.

૧૪ ઓક્ટોબર - મારા નાના નાના હાથ, પગ , માથું અને પેટ હવે રચાઈ ચૂક્યા છે.

૧૩ નવેમ્બર - આજે મારું અલ્ટ્રા સ્કેન (ગર્ભપરિક્ષણ) થયું.

ડોક્ટરે મમ્મી-પપ્પાને જાણ કરી એ પરથી મને ખબર પડી કે હું એક છોકરી છું...હું ખૂબ ખુશ થઈ...વાહ હું એક કન્યા છું...

૧૪ નવેમ્બર - હું મુત્યુ પામી ચૂકી છું. મારા જન્મ પહેલાં જ...

...અને સૌથી દુ:ખદ બાબત એ છે કે મારા માતાપિતાએ જ મારી હત્યા કરી નાંખી છે...

કારણ?

...કારણ હું એક કન્યા છું...એક છોકરી છું...

કારણ?

...કારણ હું એક કન્યા છું...એક છોકરી છું...

કેવી કડવી વાસ્તવિક્તા છે કે લોકો છોકરીને માતા તરીકે, પત્ની તરીકે અને ગર્લફ્રેન્ડ તરીકે સ્વીકારે છે પણ એક દિકરી તરીકે નહિં...

લોકો મને સરસ્વતી,લક્ષ્મી,જગદંબા, અને કાલી તરીકે પૂજે છે પણ દિકરી તરીકે જન્મતા પહેલાં જ મારી હત્યા કરતા લેશમાત્ર પણ અચકાતા નથી...
શું પરિવર્તન આવશે? મારો સ્વીકાર સમાજમાં સહર્ષ, દિકરો આવ્યા જેટલી જ ખુશી સાથે થાય એ દિવસ ક્યારે આવશે?

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment