એક દિવસ કેટલાક ખણ-ખોદીયા સહકર્મચારીઓએ લંચ બ્રેકમાં તેમનો પીછો કર્યો. તેમણે ત્યાં જે જોયું એ જોયા બાદ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સુમંત હાઇવે પરના એક ઢાબા પર ઉતરી, ઢાબામાંથી જ તેમનું ભોજન ઓર્ડર કરી ત્યાં કેટલાક ટ્રક ડ્રાઇવરો સાથે બેસી જમી રહ્યાં હતાં.
જમતા જમતા તેઓ એ ટ્રક ડ્રાઇવરો સાથે વાતચીત કરી નોંધી રહ્યા હતા કે ટાટાના જે ટ્રક એ ડ્રાઇવરો ચલાવતા હતા તેમાં શું સારું હતું શું ખોટું હતું. જમ્યા બાદ એ નોંધ સાથે તેઓ ઓફીસ પાછા ફરતા. તેઓ ડ્રાઇવરોનો ડ્રાઇવ કરવાનો અનુભવ સુધારવા પ્રયત્ન કર્યા કરતા. ટાટાના વાહનોની ગુણવત્તા સુધારવાની આટલી ધગશ હતી સુમંત મૂળગાંવકરને.
'ટાટા સુમો' બ્રાંડ નેમ આ મહાન કર્મચારીને કોઈ પણ કોર્પોરેટ સંસ્થા દ્વારા અપાયેલ મોટામાં મોટું અર્ઘ્ય છે. આ નામમાં su સુમંતના નામના પહેલા બે અક્ષર છે અને mo તેમની અટકના પહેલા બે અક્ષર. આમ બન્યું બ્રાંડ નેમ sumo!
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment