Sunday, July 15, 2018

ફરિયાદ કરવાની કુટેવ

    મેં થોડા સમય અગાઉ મારા એક મિત્ર દ્વારા સંચાલિત અનાથાશ્રમની મુલાકાત લીધી. ત્યાં આશરે પચાસ અનાથ બાળકો હતાં.
       મેં તે બધાંમાં એક ખાસ બાબત નોંધી. તેઓ બધાં ખૂબ ખુશ હતાં. તેઓ જીવનને ઘણી હકારાત્મકતાથી લેતા હતાં.
     મેં ખાસ નોંધ્યું કે તેમને કોઈ ફરિયાદ નહોતી.
આવું કેવી રીતે બની શકે મને પ્રશ્ન થયો.
     મેં તેમને પૂછ્યું કે તેઓ શા માટે કોઈ પ્રકારની ફરીયાદ કરી રહ્યાં નથી. જીવને તેમની સાથે કેટલું ખરાબ કર્યું છે.
      તેમાંના એકે જવાબ આપ્યો, "સર, અમારી પાસે ફરિયાદ કરવા માટે કોઈ છે જ નહીં, અમે કોની પાસે ફરિયાદ કરીએ?આથી અમે ફરિયાદો ને ગણકારતા જ નથી અને આગળ વધતા રહીએ છીએ."
       મને એ જવાબ સાંભળી આંચકો લાગ્યો. 
       હું ફરિયાદો કર્યાં કરું છું કારણકે મારી એ ફરિયાદો સાંભળનારાઓની મારા જીવનમાં હાજરી છે. મારા જીવનમાં એવા ઉદાર લોકો છે જે મારી એ ફરિયાદો સાંભળે છે પણ એનાથી હું તો એમ સમજવા લાગ્યો છું કે ફરિયાદ કરવું જાણે મારો જન્મસિદ્ધ હક્ક છે.
       આનું પરીણામ એ આવ્યું છે કે જ્યારે જ્યારે મેં ફરિયાદ કરી છે ત્યારે ત્યારે હું સો ટકા સફળ થઈ શક્યો નથી.
       મેં તરત નિર્ણય લીધો કે હું ફરિયાદોનો ત્યાગ કરીશ, ફરિયાદ કરવાની કુટેવ છોડી દઈશ. એ વિચાર માત્ર નો ત્યાગ કરીશ કે મને ફરિયાદો કરવાનો હક્ક છે.
      જો આપણે આપણું ધ્યાન ફરિયાદો કરવાને બદલે, કરવાના કામ પર પૂરેપૂરું કેન્દ્રિત કરીએ તો ચોક્કસ એ કામમાં ધારી સફળતા મેળવી શકીશું.

(ઇન્ટરનેટ પરથી)

1 comment: