Sunday, May 6, 2018

ચા ના કપમાં ઘર (ભાગ - 3 - ૪ - ૫ - ૬)

સતત ભટકતા જીવનમાં મારું ઘર પરિવર્તન પામતું રહેતું અને પરિવર્તન જ મારું ઘર બની ચૂક્યું હતું.

યુર્ટને અલવિદા ભણ્યાનાં એક વર્ષ બાદ તે પછીના છ વર્ષ મેં સ્પેનમાં આર્ટીસ્ટ-ઓફ-રેસિડન્સ બનીને વિતાવ્યાં.  દર બે સપ્તાહે મેં ઠામ-ઠેકાણા બદલ્યા કર્યાં, એક નવા ભાડાના અપાર્ટમેન્ટમાં રહેવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી એ અપાર્ટમેન્ટ પણ બદલવાનો વારો આવ્યો ત્યાં સુધી સ્કેચિંગ અને પેઇન્ટિંગ કરી દિવસો પસાર કર્યાં. ત્યારે મને કટોકટીનો અનુભવ થયો જેને હું સદાય માટે 'The Tea Kettle Crisis of 2015' તરીકે યાદ રાખીશ.


મારા નિવાસના ત્રીજા હપ્તા સમયે મારા ત્યારના છેલ્લા અપાર્ટમેન્ટમાં એક રાતે હું ચા બનાવી રહી હતી...મેં રસોડામાં સિન્ક નીચેથી પ્લાસ્ટીકની ઇલેક્ટ્રીક કીટલ્લી કાઢી,તેમાં પાણી ભર્યું,તેને પ્લગ ભરાવ્યો,પણ હું તેને ફરી પાછી તેના પાયાના સ્ટેન્ડ પર મૂકવાનું ભૂલી ગઈ...હું ત્યાં મારા નવા રસોડામાં ઉભી હતી,કીટલીને ઘૂઘરાની જેમ હલાવતી,પણ કંઈક કનેક્ટ થઈ રહ્યું નહોતું...એ રાતે મેં એક મિત્રને નોંધ લખી મોકલી,"આ કીટલી સાથે કંઈક ખોટું થયું છે...દર અઠવાડીયે એક નવી કીટલી ખરીદવાનો મને કંટાળો આવે છે." અને પછી : "કેટલીક વાર ઘડીના છઠ્ઠા ભાગમાં તમને અચાનક અહેસાસ થાય છે કે તમે પરિવર્તન માટે તૈયાર છે." અને મારો ત્યાં નિવાસ પૂરો થયો.હવે મારી એક છેલ્લી ટ્રીપ બાકી હતી - ગ્વાટેમાલાની.

મેં ઉનાળામાં લેક એટિટ્લાનના કિનારે એક ઘર ભાડે રાખ્યું જ્યાં મારી ઘરની શોધ વિષય પર એક પુસ્તક લખવાનો મારો વિચાર હતો.જે દિવસે હું ગ્વાટેમાલા આવી એ જ દિવસે મારી મુલાકાત નેધરલેન્ડના મારા એક સહપ્રવાસી સાથે થઈ. તેણે મને કહ્યું કે તે બ્રાઝિલથી અલાસ્કા રખડવાનો આનંદ માણી રહ્યો હતો. મેં તેને મારી પુસ્તક લખવાની પ્રવ્રુત્તિ વિશે જાણ કરી અને તેને જણાવ્યું કે હું હવે એક મારા પોતાના સાચા અર્થમાં ઘરમાં સ્થાયી થવા ઇચ્છુ છું.એ સાંજે ભોજન લેતી વેળાએ તે એક ક્ષણે મારા તરફ ફર્યો અને તેણે ડચ લોકોની લાક્ષણિક અદામાં સીધા જ પૂછી નાંખ્યું,"મારે તને એક પ્રશ્ન પૂછવો છે.સંબંધ અને પ્રેમ અંગે તું શું વિચારે છે?"

************
 મેં ઉનાળામાં લેક એટિટ્લાનના કિનારે એક ઘર ભાડે રાખ્યું જ્યાં મારી ઘરની શોધ વિષય પર એક પુસ્તક લખવાનો મારો વિચાર હતો.જે દિવસે હું ગ્વાટેમાલા આવી દિવસે મારી મુલાકાત નેધરલેન્ડના મારા એક સહપ્રવાસી સાથે થઈ. તેણે મને કહ્યું કે તે બ્રાઝિલથી અલાસ્કા રખડવાનો આનંદ માણી રહ્યો હતો. મેં તેને મારી પુસ્તક લખવાની પ્રવ્રુત્તિ વિશે જાણ કરી અને તેને જણાવ્યું કે હું હવે એક મારા પોતાના સાચા અર્થમાં ઘરમાં સ્થાયી થવા ઇચ્છુ છું. સાંજે ભોજન લેતી વેળાએ તે એક ક્ષણે મારા તરફ ફર્યો અને તેણે ડચ લોકોની લાક્ષણિક અદામાં સીધા પૂછી નાંખ્યું,"મારે તને એક પ્રશ્ન પૂછવો છે.સંબંધ અને પ્રેમ અંગે તું શું વિચારે છે?
કારણ શું તમને નથી લાગતું આપણે ઘેર પાછા ફરીએ ત્યારે કોઈ આપણી રાહ જોતું હોવું જોઈએ? જ્યારે આખા પરિવારને ખૂબ ફરવાનું થતું હોય ત્યારે પણ બાળકો માટે માતાપિતા સદાયે તેમની ઘેર રાહ જોતા બેઠા હોય છે.શું તારી વાર્તામાં વાત પણ સામેલ છે?"

હું એન્ટીગુઆ થી લેક એટિટ્લાન ગઈ ત્યારે તેનો પ્રશ્ન પણ સાથે લેતી ગઈ. ત્યાં મેં મારું નવું ઘર વસાવવાનું શરૂ કર્યું. હું જ્યારે રોજ સવારે મારા લખવાના ટેબલ પર લખવા બેસતી ત્યારે મને વિશે વિચાર આવતો. સૂર્યાસ્ત સમયે હું એકલી સાગર કિનારા ની રેતી પર ચાલતી ત્યારે પણ મને અંગે વિચાર આવતો. અને જ્યારે હું રાતે સૂતા પહેલા મારી તદ્દન નોખા તીવ્ર સ્વાદ અને સોડમ ધરાવતી જાસૂદની ઔષધીય ચા ઉકાળતીત્યારે મારા મગ  માં નું પાણી ચા ઓગળતા વધુ ઘેરું નહીં પણ વધુ લાલાશ ભર્યું થઈ જતું. કદાચ જે ઘર માટે હું તૈયાર હતી કોઈ ભૌતિક જગા નહોતી પણ માનસિક સ્થિતિ હતી. કદાચ મારી સાચા ઘર ની શોધ હજી પરિપૂર્ણ થઈ નહોતી
***************
વર્ષ ૨૦૧૬ ની શરૂઆતમાં મેં આર્કટિક સર્કલ ઉપર આવેલ નોર્વેના લોફોટેન ટાપુઓની સફર ખેડી. મારું પુસ્તક લખવાનું કાર્ય ચાલુ હતું સાથે મેં ૧૯૩૪માં બંધાયેલ મૂળ માછીમારોની આવાસ એવી કાષ્ઠની પીળી હોસ્ટેલના મકાનમાં એક ઓરડી ભાડે રાખી. હોસ્ટેલના કૉમન રૂમમાં મકાનનો મૂળ લાકડાંનું બળતણ વાપરતો લોઢાનો ચૂલો હતો.
જેમ હું યુર્ટ માં કરતી એમ અહીં પણ સવાર પડતાં સૌ પહેલા ચૂલો પેટાવતી. તેના પર મારા બ્રેડ ટોસ્ટ કરતી, ઈંડા શેકતી અને ચા માટે પાણી ઉકાળતીમેં બજારમાંથી કાળી ચા તો ખરીદી હતી પણ અહીં હોસ્ટેલ ના કૉમન રૂમની અભરાઈ પર કામોમાઇલ(એક સુગંધીદાર ફૂલ ધરાવતા છોડનાં ફૂલમાંથી બનતી ચા) નું  એક બોક્સ પડયું રહેતું. મારી જાસૂદની સુવાસ વાળી ઔષધીય ચા કે ભારત ની ચાઈ ની સરખામણીમાં અહીંની ચા ના સોડમ અને સ્વાદ ખાસ્સા ફિક્કા લાગતા પણ લોફોટેનનાં હળવા બર્ફીલા વિશ્વ માટે કામોમાઇલ યોગ્ય જણાતું
અહીં પણ મારી રોજનિશી રહેતી, રોજ સવારે ચૂલો પેટાવવાનો, મારા પુસ્તક પર થોડું કામ કરવાનું, ચા પીવાની.પણ કેટલીક આદતો મેં બદલાતી પણ અનુભવી. હવે હું મારા મિત્રોના સંપર્કમાં વધુ અને નિયમિત રીતે રહેવા માંડી હતી અને દૂર હોવા છતાં તેમનાં જીવનમાં વધુ હાજર રહેવા માંડી હતી. અને હોસ્ટેલમાં રહેવાનો નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય હતો. મને જંગલમાં કે સરોવરના કિનારે એકાંતમાં મારી પોતાની સોબતમાં રહેવું બેહદ પસંદ હતું પણ વખતે મેં મારી જાતને લોકોના સમુદાય વચ્ચે ગોઠવવાનું પસંદ કર્યું હતું.
કદાચ તેની ઉંમરના પ્રમાણમાં ઘણી પ્રૌઢ એવી ત્રણ વર્ષ ની ઝાયાહ મારી મિત્ર બનવાની સાથે  પેલો ઉપદેશ મને શીખવી મારી ખરી ગુરૂ પણ બની ગઈ હતી "મિત્રોને મળવું હંમેશા સારું લાગે છે." 
હું રોજ થોડો સમય હોસ્ટેલમાં આવતા જતા અન્ય પ્રવાસીઓ સાથે મુલાકાત અને વાતચીત માટે ફાળવતી જેઓ મોટે ભાગે પશ્ચિમી યુરોપનાં વતનીઓ રહેતાં. એક દિવસ હું લાંબા, શ્વેત કેશ ધારી જોઝ ને મળી. તેણે કહ્યું, "હું દક્ષિણ અમેરિકાના ઉરુગ્વેનો રહેવાસી છું." જોઝ સ્કેનડીવેનિયન ડિઝાઇન પ્રત્યે ખૂબ રુચિ અને આકર્ષણ ધરાવતો એક આર્કિટેક્ટ હતો. યુરોપમાં તેના પોર્ટફોલિયો પર કામ કરવા અને કોઈક સ્ટુડિયોમાં ઇન્ટર્ન તરીકે અનુભવ લેવાં આવ્યો હતો. એક નકશામાં જોઈએ તો હું અને જોઝ વિશ્વનાં બે તદ્દન ભિન્ન ખૂણાઓમાંથી આવતાં હતાં પણ ટુંક સમયમાં અમને જાણ થઈ ગઈ કે અમે ફોટોગ્રાફી, સ્કેચીંગ અને સંગીત જેવા ઘણાં સામાન્ય શોખ ધરાવતા હતા. અમારા બંનેમાંથી કોઈને આખો દિવસ એકલા રહી પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવામાં અજુગતું નહોતું લાગતું અને પછી અમે રાતે ફરી સાદા ભોજન માટે, પત્તાની રમત માટે કે પછી દરિયા કિનારે ચાલવા માટે મળી પણ લેતાં. આવી એક લટાર વેળાએ જોઝે મને પેલા ગ્વાટેમાલામાં મળેલાં ડચ મુસાફરની જેમ મારા તરફ ફરી પ્રશ્ન કર્યો , "મારે તને એક ગહન પ્રશ્ન પૂછવો છે. તમારે તમે કોઈક સ્થળે ખરેખર જીવ્યા એવો દાવો કરવા માટે ત્યાં કેટલો સમય રહેવું જરૂરી છે?" હજી હું મારો જવાબ મનમાં ગોઠવી રહી હતી ત્યાં જોઝે આગળ ચલાવ્યું, "ખરું જુઓ તો આમાં સમય મહત્વની બાબત નથી. તમે કોઈક જગા માટે કેવી લાગણી અનુભવો છો તે મહત્વનું છે."
મેં કહ્યું,"આના માટે કેટલીક બાબતો જરૂરી છે - જેમકે ત્યાં તમારે કોની સાથે સંબંધો છે, ત્યાંનો લય જે તમારા દિવસને ઘડે છે. "
અમે હોસ્ટેલ પાછા ફર્યા અને હોસ્ટેલના કૉમન રૂમમાં ચૂલો પેટાવી રસોઇ કરવી શરૂ કરી ત્યાં સુધી અમારો વાર્તાલાપ ચાલુ રાખ્યો.
મેં જોઝ ને કહ્યું, " ખુશી કે સુખ પર પણ આધાર રાખે છે." અને મને ખ્યાલ આવ્યો કે હોસ્ટેલ હવે મને પોતિકી લાગવા માંડી હતી અને જ્યારે નવા પ્રવાસીઓ અહીં રહેવા આવતા ત્યારે તેમને તેનો પરિચય કરાવવામાં મને કેટલો આનંદ આવતો હતો.
જોઝે કહ્યું જરા વધુ પડતું હતું પણ લાગણી કદાચ ખરી હતી. સાચે આરામ અને જાણીતાપણાની બાબત હતી.
તેણે કહ્યું, "હું જો મારી આંખો બંધ કરું તો મને હજી ઓરડો મન સામે દેખાય છે અને કઈ વસ્તુ ક્યાં છે હું કલ્પી શકું છું. મને દેખાય છે ગ્લાસ ક્યાં છે."
બસ! અમે ઘર ની વ્યાખ્યા નક્કી કરી લીધી : ઘર એટલે સંબંધો, લય, સુખ અને જાણીતાપણાનો સરવાળો.
સમયનું સમીકરણમાં કોઈ સ્થાન નહોતું
જોઝે કહ્યું" હા, પણ કોઈ જગામાં ઘર જેવી લાગણી અનુભવતા વાર લાગે છે. "

************************

મારા જોઝ સાથેના વાર્તાલાપ પહેલાં મેં ક્યારેય ઘર ની શોધમાં સમયના મહત્વ વિષે વિચાર્યુ નહોતું. ઉપરાંત સમયે મારા અને જોઝ વચ્ચેની એક સમાંતર વાર્તામાં પણ અદ્રશ્ય છતાં અતિ અગત્ય નો ભાગ ભજવ્યો હતો. પાંચેક સપ્તાહ સુધી અમે એકમેક ની લગોલગ રહ્યાં અને અમે સાથે ખાતાં, સાથે સાગર કિનારે લટાર મારતાં. અને એક રાતે તેણે મારો હાથ પકડ્યો અને મેં તેના તરફ ઝૂકી તેને પ્રથમ વાર ચુંબન કર્યું. અને અમે મિત્રો કરતાં કઇંક વિશેષ બની ગયાં. અમે પ્રેમમાં તો ધીરેધીરે પડ્યાં પણ પછી સમય ઘણો ઝડપથી વહ્યો.
નોર્વે બાદ અમે પેરીસ માં મળ્યાં, જ્યાં અમે મારો ત્રીસમો જન્મદિવસ ઉજવ્યો અને પછી એક સપ્તાહ બાદ હું અમેરીકા પાછી ફરી જ્યાંથી અમે ઉરુગ્વે સાથે જવાનું નક્કી કર્યું.
ઉરુગ્વે  ઘણી રીતે અનાયાસે મારા રાહની દિશા બદલનાર સાબિત થયું. પણ મને પાછળ થી ખ્યાલ આવ્યો કે તેની પાછળ પણ એક ગર્ભિત કારણ હતું. ઉરુગ્વેનાં રહેવાસીઓને ચા ઘણી પસંદ હતી. અહીં યેબ્રા મેટ ચા પીવાતી 


જે રાતા ટેટાં અને કાંટાળા પત્તા ધરાવતી વનસ્પતિના પાનમાંથી બનતું કડવું પીણું હતી પણ મારા માટે તો ચા હતી!
અહીં ચા જે રીતે પીવાતી તે પદ્ધતિ અને સાધનો પ્રત્યે મને ભારે આકર્ષણ થયું. તુંબડું જેવા આકાર નો કપ, જેને સ્પેનીશ માં બોમ્બિલા કહે છે તેવા ધાતુની ઝારી 

જેને એક છેડે કાણા વાળી છીણી હોય છે અને દરેક ઉરુગ્વેવાસીનાં હાથમાં કડી પર ભરાવેલું લટકતું ગરમ પાણી ભરેલું થર્મોસ.


યેબ્રા મેટ સાથે જોડાયેલા નિયમો પણ મને ખૂબ ગમતા : એક જૂથ સમૂહ માં એક વ્યક્તિ મેટ બનાવી પીરસવાનો ભાગ ભજવશે જેને સીબાડોર કહેવામાં આવે છે અને જ્યારે તમને મેટ આપે ત્યારે તમારે 'આભાર' નહીં કહેવાનું, સિવાય કે તમારે બીજો પ્યાલો મેટ જોયતું હોય.
એક એવી રૂઢી છે જેની તોલે માત્ર જાપાનની  ચા ની ઉજવણીની એક પ્રથા આવી શકે. તો ઠીક પણ મને મેટની સમૂહ જીવનની ભાવના ફેલાવતી ખાસિયત ખૂબ ગમતી - આખા જૂથ વચ્ચે એક તુંબડા જેવું પાત્ર અને સ્ટ્રો ફર્યા કરે. જોઝનો પરિવાર અમને હંમેશા લટાર મારવા અને મેટની મજા માણવા જવા આગ્રહ કરતો. મેટ વહેંચવાનું પીણું હતુંજેમ જેમ હું મેટ વિષે વધુ ને વધુ જાણતી ગઈ તેમ તેમ મને મારા જીવનનાં એક નવા પ્રકરણમાં વધુ ને વધુ ગમતી ચા બનતી ગઈ.
ક્યારેક મને પેલા ડચ પ્રવાસી નો પ્રશ્ન યાદ આવી જતો જે તેણે મને ગ્વાતેમાલા માં પૂછ્યો હતી કે "સંબંધ અને પ્રેમ અંગે તું શું વિચારે છે?કારણ શું તમને નથી લાગતું આપણે ઘેર પાછા ફરીએ ત્યારે કોઈ આપણી રાહ જોતું હોવું જોઈએ? જ્યારે આખા પરિવારને ખૂબ ફરવાનું થતું હોય ત્યારે પણ બાળકો માટે માતાપિતા સદાયે તેમની ઘેર રાહ જોતા બેઠા હોય છે.શું તારી વાર્તામાં વાત પણ સામેલ છે?"
બે વર્ષ પછી મેં છેવટે જોઝ સાથે ઘર વસાવવા હા પાડી.

(ક્રમશ:)

* * * * * * * * * * * * * * * * * * * * *
ઉરુગ્વેના મોન્ટેવિડીઓ ખાતે વસતા સ્કેચ આર્ટિસ્ટ અને લેખિકા એવા કેન્ડસ રોઝ રાર્ડન ની મૂળ અંગ્રેજીમાં લખાયેલ કૃતિ તમે  "https://longreads.com/2017/07/03/home-is-a-cup-of-tea"  વેબ એડ્રેસ પર જઈ વાંચી શકશો.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment