Sunday, March 25, 2018

એક સમીકરણ

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું

"આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. "

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. 
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું.

અને કહ્યું....

*"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર"*

"જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

*ત્રણ માર્ક*ની પાછળ
*97 માર્ક કેમ ગુમાવવા??!!*
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે.

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે.
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ..."

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

અહીં ખાલી એક વાત યાદ રાખવાની જરૂર છે કે જે સમીકરણ નો ઉકેલ હોય તેના માટે આ વાત લાગુ પાડવાની નથી. આપણી મહેનત માં કોઈ કમી હોવી જોઈએ નહીં. ૯૭ % માટે તો તનતોડ મહેનત કરવાની જ છે, માત્ર એવા 3% છોડી દેવાના છે જેનો ઉકેલ જ શક્ય નથી.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment