Tuesday, February 13, 2018

'વેલેન્ટાઈન ડે' ના મૂળની ગુજરાતી વાત


તમે વેલેન્ટાઈન ડે કેવી રીતે શરૂ થયો વિશે અનેક વાતો સાંભળી હશે પણ હકીકત છે કે તેની મૂળ શરૂઆત ભારતમાં થઈ હતી અને પણ બીજે ક્યાંય નહીં પણ આપણાં ગુજરાતમાં

સૌ જાણે છે કે ગુજરાતી પરિણીત પુરૂષો કઈ રીતે પોતાની પત્ની સાથે ગેરવર્તન કરતાં, તેમનું અપમાન કરતાં.

એક ૧૪ મી ફેબ્રુઆરીએ એક સાહસિક ગુજરાતી સ્ત્રીએ પતિના અન્યાયથી તંગ આવી જઈ વિચાર્યું હવે બસ આના થી વધુ સહન નહીં થાય અને સમયે તેના હાથ વગુ હતું એવા રોટલી વણવાના વેલણથી તેણે બળવો પોકારવાનું નક્કી કર્યું. હા, વેલણ જેનાથી તેના પતિ માટે રોજ રોટલી વણતી હતી. ફરક માત્ર એટલો હતો કે વખતે લોટ ની જગાએ સપાટ થઈ જનાર તેનો પતિ હતો.

ગુજરાતી સ્ત્રીઓ માટે એક મસમોટો પ્રસંગ હતો અને બળવાની વાત દાવાનળની જેમ પ્રસરી ગઈ અને હજારો પત્નીઓએ તેમના પતિ મહાશયોને વેલણ વડે ધબેડી નાંખ્યા!

 
આખા આણંદ અને અમદાવાદ "રોટલી" થઈ ગયેલાં પતિઓનાં ઉંહકારાઓથી ગુંજી ઉઠયાં. તેઓ પાઠ ભણી ચૂક્યા હતાં અને હવે પોતપોતાની પત્નીઓ સાથે સન્માનપૂર્વક વર્તતાં શીખી ગયાં હતાં.

પછી તો દર વર્ષે ૧૪ મી ફેબ્રુઆરીએ ગુજરાતની સ્ત્રીઓ અભૂતપૂર્વ દિવસની યાદમાં પોતપોતાના પતિઓ ને વેલણ વડે ઝૂડી નાંખવા માંડી. પત્નીઓને એક દિવસ વેલણ થી પતિઓને મારી અનોખા સંતોષની અને પતિઓને પોતાની વ્હાલસોયી પત્નીને સમર્પિત થઈ જઈ તેને હાથે માર ખાવામાં અનેરા પ્રેમ અને પરમ હર્ષ ની લાગણીનો અનુભવ થવાં માંડ્યો.

 
જલ્દી પતિઓને સમજાઈ ગયું કે પત્નીના હાથે વેલણના મારથી બચવા માટે ભેટ એક અમોઘ શસ્ત્ર છે અને દિવસે પત્નીને ફૂલો, મીઠાઈ કે તેને મનપસંદ ભેટ આપવાની પ્રથા ચાલુ થઈ.

ગુજરાત પણ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ તો હતું , એટલે દિવસ ને 'વેલણ ટાઇમ' ડે નામ આપવામાં આવ્યું. બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોમાં વસતા ગુજરાતીઓએ પ્રથા ત્યાં પણ ખાસ્સી લોકપ્રિય બનાવી.

ત્યાં વિદેશીઓને '' બોલતા ફાવે નહીં એટલે '' નો '' થઈ ગયો અને વેલનટાઇમ શબ્દ પ્રચલિત થયો. કાળક્રમે અપભ્રંશ થઈ છેવટે ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ' વેલેન્ટાઈન ડે' તરીકે ઓળખાવા લાગ્યો.

ખાસ નોંધ : ઇન્ટરનેટ કોર્નરમાં અત્રે રજૂ થયેલ વાત કોના ભેજાની નીપજ છે તેની જાણ કટારલેખકને નથી અને તેનો હેતુ માત્ર અને માત્ર રમૂજ ઉભી કરવાનો છે. છતાં જો કોઈ ચોક્કસ જાતિ, ભાષા કે સંપ્રદાયના વાંકેદેખુ, ભેજાગેપ વ્યક્તિ ની અંગત લાગણી વાંચી દુભાઈ હોય તો તેણે પત્ની, માતા કે બહેન ની વેલણ દ્વારા વણાયેલી બે રોટલી વધુ ખાઈ લેવી!



1 comment:

  1. નરોત્તમભાઈ મહેતાMarch 3, 2018 at 11:41 AM

    ‘વેલેન્ટાઈન ડે’ની રમૂજી વાત વાંચવાની મજા આવી!

    ReplyDelete