Saturday, February 3, 2018

ગીતાનો સાર


*શ્રીકૃષ્ણ* ભગવાનની કથા એમ કહે છે  કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગઇ હતી. પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા. 
  કોઈ પ્રસંગમાં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,  પણ મારા જીવનમાં આટલી બધી તકલીફો કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની
જન્મકુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી,  ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવા ની માનતા કરી, કે કોઈ માતાજી ના ભુવા પાસે દાણા જોવડાવ્યા,
 આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે. 
તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો.
યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન *શ્રીકૃષ્ણ* એ ના તો અર્જુનના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ તેને આપ્યા, આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું, અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।

       બાકી *શ્રીકૃષ્ણ* ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા.
તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.

         આ રીતે ભગવાન *શ્રીકૃષ્ણ* સમજાવે છે કે જો દુનિયાની તકલીફોમાં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ, તારી તકલીફો ને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ આપીશ,
કદાચ આજ ગીતાનો સહુથી સંક્ષિપ્ત સાર છે.
જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાનને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો,
નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો,
ભગવાન મારી પાસે ઉપવાસ નથી માંગતા
નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ,
ભગવાન માંગે છે તો મારુ સ્વાર્થ વગર નુ કર્મ,.... 
માટે મારે કર્મ કરતા રહેવું.
 🙏*જય શ્રીકૃષ્ણ*🙏

(ઇન્ટરનેટ પરથી) 

No comments:

Post a Comment