Saturday, December 2, 2017

તમારા બાળકને દાન - સખાવત વિશે શિખવવાના છ માર્ગ

કુદરતી આફતો અને આંતકવાદી હુમલાઓને કારણે વિશ્વભર માં દાન અને સખાવતી પ્રવૃત્તિઓએ નવી ઊંચાઈ હાંસલ કરી છે. ઘણાં માતાપિતા આવી આપત્તિ બાદ સર્જાયેલા વિનાશ સમયે  દાન-સખાવત દ્વારા પોતાનાં સંતાનોને મુશ્કેલીના સમયમાં એકમેકની મદદ કરવાનો પાઠ શીખવે છે. પણ જો તમારે તમારાં સંતાનોને દાન-સખાવત આવા એકાદ પ્રસંગોપાત કરાતી મદદ કરતાં કઇંક વિશેષ છે એમ શીખવવું હોય તો? કઈ રીતે તમે તમારાં સંતાનોને અન્યોને મદદ રુપ થવાની આદત પાડતાં શીખવી શકો? માટે પારિવારીક વ્યૂહરચના તમને મદદ રુપ થઈ પડશે.
. વસ્ત્ર દાન કરો. સમયાંતરે તમારું કબાટ ચકાસ્તા રહો અને જુઓ કે કયા વસ્ત્રો તમે ઘણાં લાંબા સમય થી પહેર્યાં નથી. વસ્ત્રો તમે જરૂરિયાતમંદ લોકોને આપી શકો છો. તમારાં સંતાનોને પણ એમ કરવા પ્રેરો. તેમને તેમના કયા વસ્ત્રો કે રમકડાં તેઓ દાન માં આપી શકે છે તેની પસંદગી કરવા  કહો. તમે પોતે તેમનાં વતી પસંદગી કરશો તો તેઓ પોતે અન્યો ને મદદ કરવાની વૃત્તિ કેળવતાં શીખી શકશે નહીં.
.જન્મદિવસની ઉજવણી
જન્મદિવસની ઉજવણી રીતે આયોજીત કરો કે અન્યોને આપવાની એક ઉમદા તક સમાન બની રહે. તમારું બાળક શાળાએ જતું હોય ત્યાં સુધી તેની બર્થ ડે પાર્ટીમાં આવતા મહેમાનોને એકાદ નવું કે જૂનું પુસ્તક ભેટમાં લાવવા કહો અને ભેગા થયેલાં બધાં પુસ્તકો તમારાં સંતાનના હાથે સ્થાનિક સખાવતી સંસ્થા કે ગરીબો માટે ચાલતા પુસ્તકાલયને ભેટ માં અપાવો. તમારાં સંતાનો સાથે પુસ્તકો વિષે અને જેમની પાસે વાંચવા માટે પુસ્તકો નથી એમના વિશે વાત કરો. તમારાં સંતાનને વિકલ્પો આપી પુસ્તકો ક્યાં દાનમાં આપવા છે નક્કી કરવા દો. તમે જ્યારે પુસ્તકો તમારાં સંતાનના હાથે ભેટમાં અપાવી રહ્યાં હોવ ક્ષણો કેમેરા માં કેદ કરી ભવિષ્ય માં ક્ષણો વાગોળો.
.નિયમીત રીતે કૂતરા - બિલાડી અને અન્ય પશુ પક્ષીઓ માટે અન્ન ખરીદો અને તમારાં સંતાનના હાથે જે - તે પશુ પક્ષી ને પેટે જવા દો.
.રજાનાં દિવસે કે તહેવાર પ્રસંગોએ ખાદ્ય પદાર્થોનાં ખાસ પડીકાં કે ટોપલી તૈયાર કરો અને તેની જરૂરિયાતમંદ પરીવાર કે અનાથાલય કે આશ્રમમાં જઈ વહેંચણી કરો. ખાદ્યપદાર્થ ની પસંદગી કરતી વેળાએ તમારાં સંતાનોને પ્રક્રિયામાં સામેલ કરો. ભેટ આપવાની પ્રવૃત્તિ આખો પરિવાર સાથે મળીને કરો.
.ઘરમાં એક બરણી એવી રાખો જેમાં પરીવાર ના દરેક સભ્ય નિયમિત રીતે અમુક રકમ દાન માટે નાખી શકે. બાળકોને પોકેટ મની આપો ત્યારે એમાંથી નાની તો નાની પણ થોડી રકમ બરણીમાં નાખવાની ટેવ પાડો. બરણી ભરાઈ જાય એટલે ભેગી થયેલી બધી રકમ દાન - સખાવત માં વાપરો.
. ઘરડાં લોકો જે કામ પોતે કરી શકતા હોય પૂરાં કરવામાં તેમની મદદ કરો. તેમને ટેકનોલોજીની સમજ આપો. તેમને મોબાઇલ વાપરતાં શીખવો, તેમને કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં શીખવો. તેમને ફિલ્મ જોવા લઈ જાવ જ્યાં તેઓ પોતાનાં પૌત્ર - પૌત્રી સાથે સારી રીતે હળીમળી - હસી શકે.
      
આવા પગલાં દ્વારા તમે તમારાં સંતાનોને શીખવી શકશો કે દાન - સખાવત માત્ર આપત્તિ સમયે કરવી જોઈતી પ્રવૃત્તિ નથી. જરૂરિયાતમંદ ને મદદ કરવી જીવન જીવવાની રીત બની જવી જોઈએ એવો મહામૂલો પાઠ તમે એમને આચરીને સમજાવી શકશો.

(ઇન્ટરનેટ પરથી


No comments:

Post a Comment