Sunday, July 16, 2017

અમાનવીય લીંચીંગ (ટોળું ભેગું કરી હત્યા કરવી)

[ અભિનેત્રી રેણુકા શહાણે એ તાજેતરમાં એક મુસ્લીમ કિશોરની ટોળાએ કરેલી હત્યાના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં ભાવાનુવાદિત કર્યાં છે. ]

“નિર્દય લોકોના એક હિંસક ટોળાએ જુનૈદ ની હત્યા કરી નાખી. મને વાત થી કોઈ ફરક નથી પડતો કે કતલખોર કયા ધર્મને માનતા હતા કે નથી મને વાત સાથે નિસ્બત કે જુનૈદનો ધર્મ કયો હતો. મને એક વાત ની ચિંતા છે અને છે નિષ્ઠુર મનુષ્યોના એક ટોળાએ હુમલો કરી એક કિશોરની બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી અને ત્રણ અન્ય યુવાનોને બૂરી રીતે ઘાયલ કરી નાખ્યા.
જુનૈદ ૧૬ વર્ષ નો હતો.
આવતા વર્ષે મારો મોટો દીકરો ૧૬ વર્ષ નો થઈ જશે. હું જુનૈદ ની મા ની પીડા અનુભવી તૂટી રહી છું.
કેટલાંક હેવાનો માત્ર જુનૈદ ની હત્યા નથી કરી બલ્કે એક જનસમૂહ બધું ઉભા ઉભા જોતો રહ્યો. જુનૈદના હત્યારાઓ લોકો પણ છે જે તમાશા ને મૂક બની જોતા રહ્યાં.
કેટલાક એવા પણ લોકો છે જે ટોળા દ્વારા કરવામાં આવેલી હત્યા ને તર્ક સંગત ગણાવે છે.
જી હા, નફરત દરેક પ્રકારના તર્ક શોધી લે છે.
હવે પ્રકારની હત્યા ની યાદી લાંબી થતી જાય છે. એટલી સામાન્ય વાત થઈ ગઈ છે કે તેના વિશે હવે કોઈ વાત નથી કરતું. કોઈ નથી પૂછતું કે ગુનેગારોનું શું થયું, પકડાયા અને તેમને સજા મળી કે પછી તેમને વધુ હિંસા કરવા મુક્ત છોડી દેવાયા.
હું વિચારી પણ નથી શકતી કે કઈ રીતે કોઈ નિ:શસ્ત્ર અને માસૂમ વ્યક્તિની હત્યા કરી શકે છે.
હું કલ્પના નથી કરી શકતી કે કઈ રીતે લોકો ભયંકર હિંસા નું સમર્થન કરી શકે છે. શા માટે કોઈ કાયદો પોતાના હાથમાં લેવાને બદલે પોલીસમાં ફરિયાદ નથી કરતું?
કદાચ આમ એટલા માટે તો નથી ને કે હત્યારી ભીડ જાણે છે કે તેમના આમ કરવા પાછળ કોઈ કારણ નથી? તેઓ માત્ર નફરત ના નામે હત્યા કરવા ઇચ્છે છે.
તમે કોઈ પણ ધર્મ, વિચારધારા, ભાષા કે મૂળના હોવ, કોઈ પણ નામે ટોળું ભેગું કરી હત્યા ને વ્યાજબી ગણાવી શકાય નહીં.
આપણે કેટકેટલા દંગાઓ, આતંકી હુમલાઓ, જન સંહાર અને લીંચીંગ (ટોળું ભેગું કરી હત્યા કરવી) ભોગવી ચૂક્યા છીએ પણ એમાં થી કોઈ પાઠ શીખ્યા નથી.
સીધી વાત છે કે ઘૃણા નો શિકાર બેગુનાહ લોકો બને છે. તેઓ અતિ ગરીબ વર્ગના હોય છે. તેઓ એવા લોકો હોય છે જે તમારો સામનો કરી શકે તેમ નથી હોતા. વધારે દુ:ખદ બાબત છે.
જ્યારે નફરતનું રાજ હોય ત્યારે માસૂમિયત ગાયબ થઈ જાય છે.
હું નફરત ને ઉત્તેજન આપવાનો હિસ્સો બની શકું નહીં.
૧૯૯૩ માં મુંબઈ માં થયેલા ભયંકર દંગાઓ બાદ હું પરેલ થી આઝાદ મેદાન સુધી એકતા મંચ સાથે 'હમ હોંગે કામયાબ' ગાતાં ગાતાં સરઘસમાં જોડાઈ હતી જેથી મુંબઈ માં દંગા અને ત્યારબાદ બોંબ ધડાકા થી ડરી અને ત્રાસી ગયેલા લોકોમાં એકમેક પ્રત્યે વિશ્વાસ જાગે. હું ૨૬ /૧૧ બાદ કોંગ્રેસની રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા અને બેદરકારી વિરુદ્ધ ગેટ વે ઓફ ઇન્ડિયા પર થયેલા વિરોધ પ્રદર્શન નો પણ હિસ્સો હતી.
મેં અન્ના હઝારે ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું પણ કેન્દ્રમાં  યુ પી સરકાર હતી તે સમયે સમર્થન કર્યું હતું. હું જ્યોતિસિંહ ના બળાત્કાર અને હત્યા, પલ્લવી પૂરકાયસ્થ અને સ્વાતિ ની કથળી રહેલી સ્થિતિ ના મામલા માં પણ મહિલાઓની સુરક્ષાને લઈને મોખરે રહી હતી.
આજે હું ટોળાની હત્યારી માનસિકતા વિરુદ્ધ પણ અડગ રીતે ઉભી છું કારણકે આપણા દેશમાં હવે આને રાજનૈતિક સંરક્ષણ મળી રહ્યું છે.
હું કોઈ રાજનૈતિક દળની સભ્ય નથી. હું દુનિયાનાં સૌથી અદ્ભુત લોકશાહી દેશોમાંના એકની નાગરિક છું. એટલે આપણા માટે વધુ અગત્યનું બની રહે છે કે આપણે આપણા સંવિધાનના આત્માનું રક્ષણ અને સમ્માન કરીએ. હું, ભારત ની એક ગૌરવાન્વિત નાગરિક હોવાને નાતે એવી કોઈ પણ વ્યક્તિ સાથે નથી જે પ્રકારની હત્યાઓનું પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન કરે. મારી નિષ્ઠા માત્ર અને માત્ર ભારતીય સંવિધાન પ્રત્યે છે.
જો દેશમાં લોકશાહીના પાયાને નબળો બનાવવા સરકાર કે કોઈ પણ અન્ય સંસ્થા કંઈક કરશે તો હું તેનો પ્રખર વિરોધ કરીશ. હું કાર્ટર રોડ, મુંબઈ પર આયોજિત વિરોધ પ્રદર્શન નો હ્રદયપૂર્વક ભાગ બનવા ઈચ્છતી હતી, પણ કરી શકી નહી. પણ હું નફરત મોહિમનો સખત વિરોધ નોંધાવુ છું.
હું મારા બાળકોને પણ નફરત નો હિસ્સો બનવા દઇશ નહીં. હું મારા હાથોને નિર્દોષોના લોહીથી રંગી શકું નહીં... હું આની સાથે નથી.”         ---  રેણુકા શહાણે


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment