Sunday, May 21, 2017

પરિપક્વતા શું છે?

બૌદ્ધધર્મી લામાઓ પરિપક્વતા ની વ્યાખ્યા કંઈક પ્રમાણે કરે છે :
જ્યારે તમે અન્યોને બદલવાના પ્રયાસો બંધ કરી પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રીત કરો છો ત્યારે એ પરિપક્વતા છે.
જ્યારે તમે લોકોને તેઓ જેવા છે એવા સ્વીકારો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે એમ સમજો કે દરેક જણ પોતપોતાની રીતે , પોતાના દ્રષ્ટીકોણ થી સાચા છે ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે જતુ કરતા શિખી જાઓ ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે સંબંધોમાં બદલામાં કંઈક પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવાનું બંધ કરી દો અને નિસ્વાર્થ ભાવે માત્ર આપવાની ભાવના કેળવો છો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે સમજવા લાગો કે તમે જે કંઈ પણ કરો છો પોતાની શાંતિ માટે કરો છો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે જગત સમક્ષ સાબિત કરવાનું બંધ કરી દો છો કે તમે કેટલા બુદ્ધિશાળી છો ત્યારે તમે ખરા અર્થમાં પરીપક્વ થઈ ગયા છો.
જ્યારે તમે બીજાઓ પાસે થી સ્વીકૃતિ કે માન્યતા મેળવવાનું છોડી દો છો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે બીજાઓ સાથે સરખામણી કરવા નું છોડી દો છો ત્યારે પરિપક્વતા છે.
૧૦ જ્યારે તમે તમારી જાત સાથે શાંતિમાં હોવ છો ત્યારે પરિપક્વતા છે.
૧૧ જ્યારે તમે જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો ભેદ સમજવા લાગો અને ઇચ્છાનો ત્યાગ કરવા લાગો છો ત્યારે પરિપક્વતા છે.
૧૨ જ્યારે તમે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું બંધ કરી દો છો ત્યારે પરિપક્વતા છે.
સૌને સુખી પરીપક્વ જીવન પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા!


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment