Sunday, May 8, 2016

જિંદગી અને મિત્રો

જિંદગી એટલે ... એક ધૂંધળી સાંજ, મિત્રો, કપ ચા, ટેબલ... :)

જિંદગી એટલે ... ઇનોવા કાર, દોસ્ત અને એક ખુલ્લો,લાંબો પહાડી રસ્તો... :)

જિંદગી એટલે ... દોસ્તનું ઘર, હળવી વર્ષા અને ઘણી બધી વાતો... :)

જિંદગી એટલે ...સ્કૂલ-કોલેજના મિત્રો, બન્ક કરેલું લેક્ચર, કચોરી, સમોસા અને બિલ ભરવા માટે થનારો ઝગડો... :)

જિંદગી એટલે ...ફોન ઉપાડતા સાંભળવા મળતી દોસ્તની મીઠી ગાળો અને 'સોરી' કહેતા સાંભળવા મળતી વધુ એક ગાળ... :)

જિંદગી એટલે ...કેટલાક વર્ષો બાદ અચાનક કોઈક દોસ્તનો એક એસ.એમ.એસ.,ધૂંધળી પડી ગયેલી કેટલીક ભીની યાદો અને આંખોમાં આવેલા ઝળઝળીયા...

આપણે દોસ્ત બનાવીએ છીએ...
જેમાંના કેટલાક વ્હાલામાં વ્હાલા મિત્ર બની જાય છે...
કેટલાક ખાસ બની જાય છે...
કેટલાકના આપણે પ્રેમમાં પડી જઈએ છીએ...
કેટલાક વિદેશ ઉપડી જાય છે...
કેટલાક દૂરના કોઈ શહેરમાં ચાલ્યા જાય છે...
કેટલાક આપણને છોડીને ચાલ્યા જાય છે...
તો કેટલાકને આપણે છોડી દેતા હોઇએ છિએ...
કેટલાક સંપર્કમાં હોય છે...તો કેટલાક નથી હોતાં...
અને કેટલાક પોતાના અહમને લીધે આપણો સંપર્ક નથી કરતા તો કેટલાકનો સંપર્ક આપણે આપણા અહમને લીધે નથી કરતાં...
પણ તેઓ જ્યાં ક્યાંય પણ હોય, આપણે સદાયે તેમને યાદ કરીએ છીએ,તેમને પ્રેમ કરીએ છીએ અને તેમની પરવા કરીએ છીએ..કારણ તેમણે આપણી જિંદગીમાં એક મહત્વનો ભાગ ભજવ્યો છે...
ભલે તમે ભાગ્યે વાત કરતા હોવ કે ઘણાં દૂર હોવ, પણ તમારા જૂના મિત્રોને અહેસાસ કરાવો કે તમે એમને ભૂલ્યા નથી અને તમારા નવા મિત્રોને કહી દો કે તમે ક્યારેય તેમને ભૂલશો નહિ...


('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. ચંદ્રેશ મહેતાMay 21, 2016 at 1:11 AM

    જીવન અને મિત્રો લેખ ખુબ મજેદાર હતો.ખાસ કરીને તેમાં જણાવેલ આ બે વાત :
    જિંદગી એટલે ...સ્કૂલ-કોલેજના મિત્રો, બન્ક કરેલું લેક્ચર, ૧ કચોરી, ૨ સમોસા અને બિલ ભરવા માટે થનારો ઝગડો... :)
    જિંદગી એટલે ...ફોન ઉપાડતા જ સાંભળવા મળતી દોસ્તની મીઠી ગાળો અને 'સોરી' કહેતા સાંભળવા મળતી વધુ એક ગાળ... :)
    આ વાંચી છેલ્લો દિવસ ફિલ્મની યાદ આવી ગઈ.

    ReplyDelete
  2. ઇલા પુરોહીતMay 21, 2016 at 1:12 AM

    એક વિશ્વાસ પાત્ર દોસ્તી થી બની જાય શ્રેષ્ઠ જિંદગી!
    જય હો!

    ReplyDelete
  3. રવિ શાહMay 21, 2016 at 1:13 AM

    જિંદગી અને મિત્રો વાત વાંચવાની ખુબ મજા આવી.

    ReplyDelete