Saturday, May 21, 2016

જાપાની વયસ્ક દ્વારા એક અતિ મહત્વનો પાઠ

એક ભારતીય જાપાન ગયો અને તેની આદત મુજબ ત્યાં ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ તેણે પોતાના પગ સામેની ખાલી બેઠક પર મૂક્યાં.ત્યાં એક અજબ ઘટના બની.એક વયસ્ક જાપાની તેની પાસે આવ્યા અને તેના પગ ઉપાડી પોતાના ખોળામાં લઈ બેસી ગયા. ભારતીય તો ડઘાઈ ગયો.
તેણે વયસ્કને પૂછ્યું ," મહોદય,આપ પોતાની બેઠક છોડી શા માટે અહિ આવી બેસી ગયા અને રીતે મારા પગ તમે તમારા ખોળામાં લઈ લીધા?"
વયસ્કે જવાબ આપ્યો,"શ્રીમાન, તમે અમારી જાહેર સંપત્તિનો દુરૂપયોગ કરી અમારૂં અપમાન કર્યું છે. મને તમારા પર બદલ અતિ ક્રોધ આવ્યો.પણ તમે અમારા દેશમાં મહેમાન છો. આથી હું તમારૂં જાહેરમાં અપમાન કરી શકું નહિ. તમે જે બસ કે ટ્રેનમાં પ્રવાસ કરતા હોવ ત્યાં સામેની બેઠક પર પગ મૂકવા ટેવાયેલા છો. અને હું મારા દેશની જાહેર સંપત્તિનો દુરૂપયોગ થતો જોઈ શક્યો નહિ. આથી અમારી જાહેર સંપત્તિને બચાવવા અને સાથે અમારા મહેમાનને કોઈ પ્રકારની અસુવિધા થાય હેતુથી મેં તમારા પગ લઈ મારા ખોળામાં મૂકી દીધા."
ભારતીયનું માથુ શરમથી નીચું ઝૂકી ગયું અને તેણે તરત જાપાની વયસ્કની માફી માગી.
જાપાની વયસ્કે કહ્યું,"અમે અમારી સરકારી સંપત્તિને અમારી પોતાની સંપત્તિ ગણીએ છીએ કારણ જાહેર જનતાના પૈસામાંથી તો બનાવાઈ હોય છે.અમે અમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો આદર કરીએ છીએ અને તેનો દુરુપયોગ કરતા તેનું જતન કરીએ છીએજો તમે સારી આદત કેળવશો તો તમારે બીજા દેશોની મુલાકાતે જાવ ત્યારે ત્યાં અપમાનિત નહિ થવું પડે."
જાપાની વયસ્કે હળવા ચાબખા દ્વારા ભારતીયને એક અતિ મહત્વનો પાઠ શિખવી દીધો જે આપણે દરેક ભારતીયએ શિખવા જેવો છે.


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઘનશ્યામ એચ ભરૂચા, હંસાબહેન ભરુચાMay 21, 2016 at 1:15 AM

    ગત સપ્તાહે ઇન્ટરનેટ કોર્નર જાપાન દેશની વાત કરી.
    હું વાચકો સાથે અમેરીકાની કેટલીક વાતો શેર કરવા ઇચ્છું છું.

    - -- અમેરિકામાં રસ્તા પર જાણે અજાણ્યા એકબીજાને
    મળીએ તો તેઓ smile કરીને welcome કરતાં હોય છે

    --અમેરિકામાં કોઈ પણ કામ કરવાની શરમ આવતી નથી

    --અમેરિકામાં કામ કરવાની વય કે ઉમર જોવાતી નથી
    અહી ૭૫ કે ૮૦ વરસે હર કોઈ કામ કરીને પોતાની
    રીતે આનંદથી જીવતાં હોય છે

    --અમેરિકામાં હર કોઈ કામ પોતાની રીતે પોતાના
    ઘરમાં કરતા હોય છે નોકરો હોતા નથી

    --અમેરિકા હમેશા ગંદકીમુકત દવનિમુકત જાેવા
    મળે છે.

    શું આપણો દેશ વિદેશમાંથી કઈંક બોઘપાઠ લેશે ખરો ? ? ?

    ReplyDelete