Saturday, October 17, 2015

ધીમું નૃત્ય


કેન્સરપીડિત એક યુવતિ દ્વારા લખાયેલું કાવ્ય છે. તેની ઇચ્છા કાવ્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી છે.  ન્યૂયોર્કની એક હોસ્પિટલના બિછાનેથી તેણે કાવ્ય તેની સારવાર કરી રહેલા ડોક્ટર દ્વારા મોકલાવ્યું છે. આખું કાવ્ય ધ્યાનથી વાંચવા અને સમજવા જેવું છે.

ચકડોળમાં બેઠેલા બાળકોને તમે ધ્યાનથી જોયા છે?
કે ક્યારેય ધરતી પર જોરથી પડતા વરસાદને તમે સાંભળ્યો છે?

ક્યારેય આડાઅવળા ઉડતા પતંગિયાને પકડવા તમે એની પાછળ દોડ્યા છો?
કે અસ્ત પામી રહેલા સૂર્ય સામે તમે અનિમેષ નયને તાક્યા કર્યું  છે?
કૃપા કરી તમે ધીમા પડો

આટલા ઝડપથી નાચો.
સમય ટૂંકો છે.

સંગીત  શાશ્વત નથી...
શું તમે સદાયે ભાગતા રહો છો?
જ્યારે તમે કોઈને પૂછો કેમ છો?
ત્યારે તેનો જવાબ સાંભળવા સુધી તમે ઉભા રહો છો?
જ્યારે દિવસ પૂરો થાય ને તમે સૂવા માટે પલંગ પર લંબાવો

ત્યારે પૂરા કરવાના સો કામો તમારા સરમાં ઘૂમ્યા કરે છે?
કૃપા કરી તમે ધીમા પડો

આટલા ઝડપથી નાચો.
સમય ટૂંકો છે.
સંગીત  શાશ્વત નથી...

 
ક્યારેય તમારા બાળકને કહ્યું છે, "બેટા આજે નહિ, કાલે..."
અને તમારી ઉતાવળમાં તમે એનું દુ: જોવાનું ચૂકી ગયા છો?

સંપર્કમાં રહેવાને લીધે અને સમયના અભાવે ફોન કે પત્ર દ્વારા 'કેમ છો' પૂછવાનું રહી જતા

એક મિત્રતાના સંબંધને તમે મરતા દીઠો છે?
કૃપા કરી તમે ધીમા પડો

આટલા ઝડપથી નાચો.
સમય ટૂંકો છે.

સંગીત હંમેશ માટે નહિ વાગે... શાશ્વત નથી...

જ્યારે તમે ક્યાંક પહોંચવા માટે અતિ ઝડપથી દોડો છો,
જ્યારે તમે આખો દિવસ  ચિંતા અને ઉતાવળ કરો છો

તમે ત્યાં પહોંચવાનો અડધો આનંદ તો ત્યારે ગુમાવી બેસો છો.

એક બંધ ભેટ-સોગાદને ખોલ્યા વગર ફેંકી દેવા જેવી વાત છે
જીવન એક સ્પર્ધા નથી.

એને ધીમેથી જીવો
ગીત પૂરું થઈ જાય પહેલા

સંગીત સાંભળો - માણો...
 

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment