Saturday, March 29, 2014

બ્રુસ લી ની સોનેરી શિખામણ (ભાગ - ૧)


બ્રુસ લી એક એવી પ્રખ્યાત હસ્તી છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી.તેમણે પશ્ચિમ જગતમાં માર્શલ આર્ટને લોકપ્રિય બનાવ્યું. મારધાડની ફિલ્મોમાં તેમની આગવી સ્ટાઈલને લીધે તેઓ ખૂબ લોકચાહના પામ્યાં છે. વિખ્યાત ટી.વી.શ્રેણી ' ગ્રીન હોર્નેટ'માં 'કાટો' તરીકેથી માંડી 'એન્ટર ડ્રેગન' જેવી ફિલ્મો સુધી બ્રુસલી ભરપૂર મનોરંજન તેમના બહોળા ચાહકવર્ગને પૂરું પાડ્યું છે.
તેમની એક આગવી અને અનોખી સ્ક્રીન પ્રેઝેન્સ છે. લી તેમની અનુગામી પેઢીને અનેક રીતે પ્રભાવિત કરી છે.કેટલાયે આધુનિક મિશ્ર માર્શિયલ આર્ટીસ્ટ્સોએ બ્રુસલીની માર્શિયલ આર્ટ યુક્તિઓને તેમજ હાથોહાથ લડવાની પ્રણાલીને ખૂબ પ્રેરણાદાયી ગણાવી છે.
ભલે બ્રુસલી એકશન ફિલ્મો માટે જાણીતા હોય અને ખાસ પ્રકારની માર્શલ આર્ટના પ્રણેતા હોય પણ તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટીકોણ પણ ખુબ અનોખો અને ઉમદા છે.તેમના અનેક વિધાનો અને જીવન જીવવાની રીત શિખવતી ફિલોસોફી અનેક લોકોને પ્રેરણા આપે છે. લેખમાં લી દ્વારા અપાયેલી કેટલીક અમૂલ્ય શિખામણ વાંચીએ.
ઉભા થાઓ અને કામ કરો
"માત્ર જાણવું જરૂરી નથી,જાણેલું અમલમાં મુકવું મહત્વનું છે.માત્ર ઇચ્છા શક્તિ હોવી પૂરતું નથી, આપણે ઉભા થઈ કામ કરવું જોઇએ"
ખૂબ અગત્યની સલાહ છે.કોઈક વસ્તુની માહિતી પ્રાપ્ત કરવી સારી શરૂઆત છે,પણ જગતમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે તમારા મેળવેલા ગ્ન્યાનને તમારાં કાર્યોમાં કે અમલમાં મૂકવું જરૂરી છે.જો તમારે કંઈક કરવું પણ હોય તો માત્ર માટે ઇચ્છા શક્તિ હોવી પૂરતું નથી.તમે જે વસ્તુઓની મગજમાં કલ્પના કરી હોય તેને સાકાર કરવાની હિંમત દાખવવી જીવન જીવવાની સાચી રીત છે.કેટલાક લોકો સ્વપ્ન જુએ છે અને અન્ય કેટલાક સ્વપ્નોને સાર્થક કરે છે.જ્યારે તમે જીવનમાં કંઈક કરવા પ્રત્યે પ્રતિબધ્ધતા વ્યક્ત કરો છો ત્યારે તમે મહાન કાર્યો કરી શકો છો.માત્ર માટે પહેલું પગલું ભરવું અને પછી ક્રમબદ્ધ આગળ ડગ માંડવા તમને મહાનતા ભણી દોરી જશે. 

વિચાર મહત્વનાં છે
"જેવું તમે વિચારશો તેવા તમે બનશો"
એક વ્યક્તિના વિચારો તેના વિષે ઘણું બધું કહી જાય છે. જે તમે બીજાઓ વિષે વિચારો છો, તમારા આસપાસના વિશ્વ વિશે વિચારો છો અને ખાસ કરીને તમારા પોતા વિશે વિચારો છો તે તમારી દુનિયા વિશેની પરિકલ્પના ઘડે છે. તમે જે રીતે વસ્તુઓને જુઓ છો તમારી પર રીતે અસર કરે છે કે તમે પ્રમાણે વર્તો છો, કાર્ય કરો છો. એક આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ જેને પોતાની કાબેલિયતમાં વિશ્વાસ છે અને જેના મગજમાં તેની કાબેલિયતની પુષ્ટી કરે તેવા વિચારો છે તે જીવનમાં સફળ થાય તેની વધુ ઉજળી શક્યતા છે. પણ વધુ પડતા વિશ્વાસને આત્મવિશ્વાસ સમજવાની ભૂલ કરવી જોઇએ નહિ. જે વ્યક્તિ પોતાના દોષો કે પોતાની નબળાઈઓને સારી રીતે સમજી શકે એટલા સ્પષ્ટ વિચારો ધરાવે છે અને તેમને અતિક્રમી જવાની ઇચ્છાશક્તિ ધરાવે છે સાચા અર્થમાં બુદ્ધિશાળી છે.
આંધળો ક્રોધ તમને ક્યાંય ના નહિ છોડે
"ગુસ્સો તમને ટૂંક સમયમાં મૂર્ખમાં ખપાવી દેશે"
જલ્દી આવેશમાં આવી જવું દુર્ગુણ છે.જ્યારે તમારી લાગણીઓ તમારા પર કાબૂ મેળવી લે ત્યારે તમે બેદરકાર બની જાઓ છો અને સીધું વિચારી શક્તા નથી અને ભૂલોની પરંપરા સર્જો છો.કોઈકે સાચું કહ્યું છે કે શાંત મગજ વિજેતા સાબિત થાય છે.જ્યારે તમે કોઈક મુદ્દા અંગે શાંત ચિત્તે વિચારો છો અને તેને તાર્કિક દ્રષ્ટીએ મૂલવો છો ત્યારે તમે હંમેશા સારા પરિણામ મેળવો છો.જ્યારે કોઈ તમને ઉશ્કેરે કે ધિક્કારે ત્યારે તેમને તમને મૂર્ખ બનાવવાનો મોકો આપશો નહિ.તમારી લાગણીઓ પર કાબૂ મેળવતા શિખશો તો તમે એક વધુ સારા માનવી બની શકશો.
(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment