Saturday, July 13, 2013

બાળક માટે સમય


આજે જૂના સંસ્મરણો વાગોળવાનું મન થતુ હતું આથી તે પોતાની જૂની ડાયરી લઈને વાંચવા બેઠો ને યાદોનું ઘોડાપૂર ઉમટ્યું જાણે!

પાના ફેરવતાં ફેરવતાં તેની નજર એક નાનકડા લખાણ પર પડી.આ પાને માત્ર બે લીટીનો એક ફકરો લખેલો હતો,તેના જ સુઘડ અક્ષરોમાં :

આજે આખો દિવસ જિમી સાથે નદીના તટ પર માછલી પકડવામાં બગાડ્યો. એક પણ માછલી પકડાઈ નહિ અને દિવસ આખો બરબાદ થઈ ગયો.

તેને ખબર હતી કે તેનો દિકરો જિમી પણ પોતાની ડાયરી લખવાની આદત અનુસરતો હતો.તેને આજ વર્ષના તે દિવસે જિમીએ શું લખ્યું હશે તે વાંચવાની ઉત્કંઠા થઈ આવી અને તેણે જિમીની ડાયરીમાં પણ તે જ વર્ષનો ૧૩મી જુલાઈનો દિવસ કાઢ્યો. ખરાબ પણ મોટા સુવાચ્ય અક્ષરોમાં ત્યાં લખેલું હતું :

આજે હું પપ્પા સાથે માછલી પકડવા નદી કાંઠે ગયો. ત્યાં હું માછલી પકડતાં તો શીખ્યો જ પણ સાથે સાથે ખૂબ મજા પણ આવી! કદાચ આ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે!

-----------------------------------------------------------------------------------------------

આ વાર્તા એક અંગ્રેજી પુસ્તકમાં છપાયેલી લાંબી વાર્તાનો પરિચય - અંશ માત્ર છે.આ પુસ્તકનું નામ છે ' To a Child LOVE is Spelled T-I-M-E'. તે અનેક પ્રેરણાત્મક પુસ્તકોના લેખક મેક એન્ડરસન અને લાન્સ વુબલ્સે લખ્યું છે.

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. બાળક માટે સમય ફાળવો:હદય સ્પર્શી લેખ !
    મારા પુત્ર માટે કદાચ એના બાળપણમાં હું સમય ફાળવી શક્યો નથી , આજે એના સમય માટે મારે તરસવુ પડે છે,
    તમે ખરેખર ખૂબ સુંદર વિષય લઇને આવોછો,
    અભિનંદન અને આભાર
    - શૈલેષ મામણિઆ, (મલાડ)

    ReplyDelete