Sunday, September 18, 2011

એ તો રામ જાણે !

શરૂવાત પત્રોની વાતથી કરીએં.

૧૯૪૦ સુધી પત્રની શરૂવાત આ પ્રમાણે થતી, "સ્વસત શ્રી મુંબઈ બંદર મધ્યે માવિત્ર (વડિલનુ નામ), વડોદરાથી છોરૂં (પત્ર લખનારનુ નામ)ના ૧૦૮ વાર પાયલાગણ વાંચસો.

ત્યાર બાદ જે સમાચાર લખવા હોય તે લખાતા.

૧૯૫૦ બાદ શરૂવાત આ પ્રમાણે થતી, "પુજ્ય પિતાશ્રી,...."

એ જમાનામા પત્ર લખવા તથા પત્ર વાંચવા સાથે ભાવનાઓ જોડાયલી હતી. દિકરીને પત્ર લખાવતી વખતે માતાઓ રડતી. દિકરીનો પત્ર આવે ત્યારે તો અચુક રડવું આવી જતું. સગા-સબંધીઓ, મિત્રો વગેરેની ભાવનાઓ પત્રોમા વ્યક્ત થતી. પત્ર-મિત્રો પણ પત્રોની આપ-લે દ્વારા સ્નેહ્-ભાવ વ્યક્ત કરતા. લોકો ટપાલની રાહ જોતા, અને પત્રો વર્ષો સુધી સાચવી રાખતા.
૧૯૯૫ સુધી આપણે પત્ર લખતા.


૧૯૯૫ થી ઈ-મેલ લખવાની શરૂવાત થઈ.

૧૯૯૬ ની આસપાસ મોબાઈલ ટેલિફોન મુંબઈમા આવ્યા.

૨૦૦૦ ની આસપાસ SMS ની શરૂઆત થઈ.

૨૦૦૮ મા Tweeter ની શરૂઆત થઈ ગઈ. ૧૪ વર્ષોમા ઘણું બધું બદલાઈ ગયું.

ઈ-મેલના આવિષકાર સાથે, લાગણી અને ભાષાનુ સ્થાન Technology એ લઈ લીધું.

You are નું u r થયું. Telegraphic ભાષા પણ વામણી લાગે, એવી ભાષાનો આવિષ્કાર થયો. તારા કરતાં Computer નુ મને વધારે knowledge છે એમ બતાવવાની હોડ શરૂ થઈ.

SMS ની શરૂઆત પછી તો communication નુ સ્તર એટલું નીચું ગયું કે તેનુ વર્ણન કરવું મુશ્કેલ છે. પચાસ ટકાથી વધારે SMS ગંદા jokes મોકલવા માટે થાય છે.

હવે Tweeter આપણને ક્યાં લઈ જશે એ તો રામ જાણે!

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment