Sunday, August 13, 2017

સ્વતંત્રતા દિવસ સ્પેશ્યિલ - દેશ ગરીબ શા માટે હોય છે?

શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ફરક તેમના વયભેદનો નથી.આપણો ભારત દેશ અને ઇજીપ્ત વાતની સાબિતી છે જે ૨૦૦૦ વર્ષ કરતા પણ જૂના દેશો હોવા છતાં આજે પણ ગરીબ દેશો ગણાય છે. જ્યારે બીજે છેડે કેનેડા,ઓસ્ટ્રેલિયા  અને ન્યુઝીલેન્ડ જેવા દેશો છે જે માત્ર દોઢસો વર્ષ પહેલા પોતાની કોઈ ઓળખ પણ ધરાવતા નહોતા અને આજે વિકસીત અને શ્રીમંત રાષ્ટ્રો ગણાય છે.
શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ફરક તેમને પ્રાપ્ય કુદરતી સ્રોતો નો પણ નથી. જાપાનનું ઉદાહરણ લો. ત્યાં ૮૦ટકા જમીન પર્વતીય હોવાને કારણે બિન-ઉત્પાદક છે અને ખેતી લાયક કે કૃષિ ઉદ્યોગો માટે સાનુકૂળ નથી. આમ છતાં વૈશ્વિક આર્થિક દ્રષ્ટીએ તે બીજા ક્રમનું શ્રેષ્ઠ રાષ્ટ્ર ગણાય છે. દેશ એક મોટી તરતી ફેક્ટરી જેવો છે જે સમગ્ર દુનિયામાંથી કાચો માલ આયાત કરે છે અને તેમાંથી ઉત્પાદનો પેદા કરી તેની નિકાસ કરે છે. વાતનું બીજું ઉદાહરણ છે સ્વીત્ઝરલેન્ડ. અહિં કોકોની ખેતી થતી નથી છતાં અહિં બનતી ચોકલેટ સમગ્ર વિશ્વમાં વખણાય છે.પોતાની નાનકડી એવી ભૂમિ પર દેશ વર્ષના માત્ર ચાર મહિના ખેતી કરી પશુપાલન પણ કરે છે અને વિશ્વના શ્રેષ્ઠ દૂધના ઉત્પાદનો પેદા કરે છે.સૌથી વધુ સુરક્ષિત વિશ્વ બેન્ક દ્વારા નાનકડા દેશે સુરક્ષા ક્ષેત્રે પણ વિશ્વભરમાં પોતાની આગવી છબી ઉભી કરી છે.
શ્રીમંત દેશોના કાર્યકારીઓ જ્યારે ગરીબ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરતા હોય છે ત્યારે માલૂમ પડે છે કે તેમની વચ્ચે માનસિકતા કે બુદ્ધિમત્તાના સ્તરે કોઈ ફરક હોતો નથી.જાતિ-વર્ગ કે રંગ ભેદનું પણ ઝાઝું મહત્વ નથી.પોતાના મૂળ દેશમાં ભારે આળસુ હોય એવા કર્મચારીઓ શ્રીમંત યુરોપિયન દેશોમાં ભારે કામગરા અને બળજબરીથી પણ ઉત્પાદક બની જતા હોય છે.
તો પછી ફરક ક્યાં છે? શેમાં છે? ફરક છે લોકોના અભિગમમાં જે ઘણાં વર્ષોનાં શિક્ષણ અને સંસ્કૃતિનાં રંગે રંગાઈ ચોક્કસ બીબાઢાળ પ્રકારનો બની રહે છે.
જ્યારે શ્રીમંત અને વિકસીત દેશોના લોકોના વ્યવહારનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે માલૂમ પડ્યું કે તેમાંના મોટા ભાગના લોકો પ્રમાણેના સિદ્ધાંતો અનુસરે છે:
નિતીમત્તા
અખંડિતતા
જવાબદારી
કાયદા-કાનૂન અને નિયમો પ્રત્યે આદર
અન્ય નાગરિકો પ્રત્યે આદર
કામ પ્રત્યે પ્રેમ
બચત માટે અને રોકાણ માટે પ્રયત્ન
ઉત્પાદક બની રહેવાની ધગશ
સમયપાલન

ગરીબ દેશોમાં માત્ર ગણ્યાંગાંઠ્યા લોકો સિદ્ધાંતોનું તેમના રોજબરોજના જીવનમાં પાલન કરે છે.
આપણે ગરીબ એટલા માટે નથી કારણકે આપણી પાસે કુદરતી સ્રોતો ઓછાં છે કે કુદરત આપણાં પર કોપાયમાન થઈ છે! આપણે ગરીબ એટલા માટે છીએ કારણકે આપણો અભિગમ ખોટો છે.આપણામાં સિદ્ધાંતો અનુસરવાની અને તેને શિખવવાની ઇચ્છા કે ધગશ નથી.આપણે શ્રીમંત દેશો કે વિકસીત સમાજના લોકોની કાર્યપ્રણાલિ અનુસરવા માગતા નથી.
આપણે જે પરિસ્થિતિમાં છીએ તેમાં એટલા માટે છીએ કારણકે આપણને દરેક વસ્તુ અને વ્યક્તિનો લાભ લઈ લેવો છે. આપણે કંઈક ખોટું જોઇએ છીએ તો પણ કહીએ છીએ "રહેવા દે, મારે શું?" આપણામાં વિવેક્બુદ્ધિ કેટલેક અંશે મરી પરવારી છે.
જો આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ બદલવી હશે તો આપણે આપણી સ્મૃતિ અને અભિગમમાં હકારાત્મક , સકારાત્મક પરિવર્તન આણવું પડશે.
વિચારો તમે અન્યો સાથે શેર નહિ કરો તો કંઈ ફરક નહિ પડે,તમારું પ્રિયજન તમે ગુમાવી બેસશો નહિ કે નહિ તમે તમારી નોકરી ખોઈ બેસશો, નહિ તમારી સાથે કોઈ ખરાબ ઘટના બનશે કે નહિ તમે સાત વર્ષ સુધી માંદા પડો! પણ જો તમે તમારા દેશને પ્રેમ કરતા હોવ તો સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડજો જેથી વાંચી તેના પર લોકો વિચાર કરે અને એમાંથી કંઈક શિખી પરિવર્તીત થાય અને આપણા દેશને એથી ફાયદો થાય.... અંગે વિચારજો જરૂર!


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. હેમેન્દ્ર શીતપુરાSeptember 2, 2017 at 3:48 AM

    ઈન્ટરનેટ કોર્નર માં દેશ ગરીબ શા માટે હોય છે ની તમારી કેફિયત વાંચી આજે પહેલી વાર કોઈ કટાર માટે અભિપ્રાય વ્યક્ત કરી રહ્યો છું. આટલા સુંદર વિચાર પ્રેરકમુદ્દાઓ ચર્ચવા બદલ પહેલા તો અભિનંદન. જાપાન અને સ્વિત્ઝરલેન્ડ ના ઉદાહરણ યથાયોગ્ય અને ઉત્કૃષ્ટ છે. આ દેશો પાસેથી ઘણું શીખવાનું છે. આશા છે આપનોઆ લેખ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને એમાં થી લોકો સાચી શિખ લે અને આપણો દેશ ઝડપ થી વિકસીત રાષ્ટ્ર બનવા પામે.

    ReplyDelete
  2. તુલસીદાસ ઠક્કરSeptember 2, 2017 at 3:49 AM

    લેખ બદલ હાર્દિક શુભેચ્છા. અસર કારક અને વિચાર પ્રેરક વાતો ખૂબ સરસ શૈલી માં રજૂ કરી. આભાર!

    ReplyDelete