Sunday, March 14, 2010

કમ્પ્યુટરની જાતિ

એક સ્પેનીશ શિક્ષક તેના વર્ગમાં વિદ્યાર્થીઓને સમજાવી રહી હતી કે અંગ્રેજી ભાષા કરતા વિપરીત રીતે સ્પેનીશ ભાષામાં સંજ્ઞા(Noun)ની પણ નર કે નારી જાતિ હોય છે.
દા.ત. 'હાઉસ' (ઘર) નારીજાતિ ધરાવે છે : 'લા કાસા'
પણ 'પેન્સિલ' નર જાતિનો શબ્દ છે:'એલ લેપિઝ'.
એક વિદ્યાર્થી એ પૂછ્યું : કમ્પ્યુટરની જાતિ કઈ? જવાબ આપવાને બદલે શિક્ષકે વર્ગને છોકરાઓ અને છોકરીઓ એમ બે જૂથમાં વિભાજીત કરી નાંખ્યો અને છોકરીઓના જૂથને કમ્પ્યુટર નરજાતિનું ગણીએ તો તે માટેના ચાર સ્પષ્ટ કારણો અને છોકરાઓના જૂથને કમ્પ્યુટરને નારી જાતિનું ગણવાના ચાર સ્પષ્ટ કારણો લખવા જણાવ્યું.

છોકરાઓના જૂથે કમ્પ્યુટરને નારીજાતિનું ('લા કમ્પ્યુટાડોરા') ગણવા માટેના ચાર સબળ કારણો આપ્યા:
૧ તેમના રચયિતા સિવાય તેમની આંતરિક સંરચના કે તેમનું ઇન્ટરનલ લોજીક કોઈ સમજી શક્તું નથી!
૨ એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે વાતચીત કરવા જે નેટીવ લેંગ્વેજ (ભાષા)નો ઉપયોગ કરે છે તે બીજુ કોઈ સમજી શકતુ નથી!
૩ નાના માં નાની ભૂલો પણ તેની લોંગ ટર્મ મેમરીમાં 'પોસિબલ લેટર રીટ્રીવલ' માટે (ભવિષ્યમાં ફરી પાછી જોઈ કે મેળવી શકાય એ માટે) સ્ટોર થઈ જાય છે!
૪ એક વાર તમે એક (કમ્પ્યુટર) સાથે પનારો પાડ્યો પછી તમારો અડધો પગાર તેની એક્સેસરીઝ ખરીદવામાં ચાલ્યો જાય છે!

હવે આવ્યો છોકરીઓના જૂથનો વારો.તેમણે કમ્પ્યુટરને શા માટે નરજાતિનું ('એલ કમ્પ્યુટાડોર') ગણવું જોઇએ એ માટેના ચાર મજબૂત કારણો આપ્યા:
૧ તેમની સાથે કંઈ પણ કરવું હોય તો પહેલા તેમને 'ટર્ન ઓન' કરવા પડે છે!
૨ તેમની પાસે ડેટા કે માહિતીનો ભંડાર હોવા છતા તેઓ પોતાની મેળે કંઈ કરી શક્તા નથી!
૩ તેઓ તમારા પ્રોબ્લેમ્સ દૂર કરવાનું મુખ્ય કામ બજાવવાની જગાએ મોટે ભાગે પોતે એક પ્રોબ્લેમ બની રહેતા હોય છે!
૪ જેવું તમે એક મોડેલ ખરીદી લો કે ટૂંક સમયમાં જ તમને પસ્તાવો થાય કે થોડી વધુ રાહ જોઈ હોત તો છે એના કરતા વધુ સારું મોડેલ મળી શક્યુ હોત!

તમે જ કહો કોણ જીતી ગયું હશે???

No comments:

Post a Comment