એક ફકીર નદીને કિનારે બેઠો હતો. કોઈએ તેને પૂછ્યું," બાબા, શું કરો છો? "
ફકીરે જવાબ આપ્યો, "રાહ જોઉં છું ક્યારે આખી આ નદી પસાર થઈ જાય, પછી પેલી પાર જાઉં." પેલી વ્યક્તિએ કહ્યું, "કેવી વાત કરો છો બાબા? આખી નદી પસાર થઈ જવાની રાહ જોયા કરશો તો ક્યારેય તેને પાર કરી શકશો નહીં."
ફકીરે કહ્યું, "એ જ તો હું તમને સૌને ક્યારનો સમજાવવા ઇચ્છું છું કે તમે સૌ હંમેશા કહ્યા કરો છો ને કે એક વાર જીવનની જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું મોજ કરીશ, ફરીશ, સૌને મળીશ, સેવા કરીશ... એ ક્યારેય શક્ય બનવાનું નથી. જેમ નદીનું જળ ખતમ થવાનું નથી અને આપણે જ વહેતા પાણી સાથે તેને પાર કરવાનો માર્ગ શોધવાનો છે તેમ જ જીવન પૂરું થઈ જશે પણ કામો અને જવાબદારીઓ પૂરા થવાના નથી. આથી જીંદગી આજમાં જીવો. "
(ઇન્ટરનેટ પરથી)
Showing posts with label bodhkatha. Show all posts
Showing posts with label bodhkatha. Show all posts
Saturday, March 2, 2019
Sunday, August 20, 2017
એક બોધકથા
ઘણાં વર્ષો પહેલાં ચીનમાં એક ખેડૂત રહેતો હતો જેનાંપાડોશમાં રહેતા એક શિકારી પાસે ખૂંખાર જંગલી કૂતરા હતાં. શિકારી એ તેમને પાળવા છતાં કેળવ્યા નહોતા. તે ઘણી વાર વાડકૂદી ખેડૂતના ઘેટાંનો પીછો પકડી તેમને હેરાન કરતા.
ખેડૂતે આ અંગે ઘણી વખત શિકારીને ફરિયાદ કરી હતીપણ શિકારી જાણે એ વિષે આંખ આડા કાન કરતો.
એક વાર તો હદ થઈ ગઈ. કૂતરાઓ એ માત્ર ઘેટાંનોપીછો જ ન કર્યો પણ બે-ચાર ઘેટાં પર હુમલો કરી તેમને બૂરી રીતેઘાયલ પણ કર્યાં.
હવે ખેડૂત ની ધીરજ ખૂટી ગઈ અને તે તાત્કાલિક એકપીઢ ન્યાયાધીશ પાસે ગયો. તેમણે ધ્યાન પૂર્વક ખેડૂત ની આખી વાતસાંભળી અને કહ્યું,"હું શિકારી ને સજા ફરમાવી શકું છું અને તેને તેનાંકૂતરા સાંકળે બાંધી રાખવાં હુકમ કરી શકું એમ છું પણ એમ કરતાં તુંએક મિત્ર ગુમાવી, એક શત્રુ બનાવી બેસીશ. બોલ, પાડોશમાં તારેએક મિત્ર જોઈએ છે કે એક શત્રુ?"
ખેડૂતે તરત જવાબ આપ્યો કે તેને એક મિત્ર જોઈએ છે.
ન્યાયધીશે તરત એક એવો ઉપાય સૂચવ્યો જેનાથીખેડૂતનાં ઘેટાં પણ સુરક્ષિત રહે, પાડોશી તરીકે તે એક મિત્ર પામે અનેએક નવો શત્રુ ન બનાવી બેસે.
ઘરે પહોંચી ખેડૂત ન્યાયાધીશનાં જણાવ્યાં અનુસાર તેનાંઘેટાંમાંથી ત્રણ સારા માં સારા ઘેટાં બાજુએ કાઢી એ શિકારી નાં ત્રણનાનકડાં પુત્રો ને ભેટમાં આપી આવ્યો.
શિકારી ના પુત્રો ને તો રૂ ની પૂણી જેવાં ત્રણ ઘેટાંનાસ્વરૂપમાં જાણે સરસ જીવતાં જાગતા રમકડાં મળી ગયાં! હવેવ્હાલસોયા પુત્રો ને મળેલી નવી ભેટ સાચવવા શિકારીએ પોતે જતરત એક મજબૂત પાંજરુ બનાવી કાઢયું. એ પછી ક્યારેય એજંગલી કૂતરાઓએ ખેડૂતનાં ઘેટાંને હેરાન કર્યા હોય એવું બન્યું નથી.
પોતાના પુત્રો પ્રત્યે ખેડૂતે દાખવેલી ઉદારતા બાદ શિકારીઘણી વાર પોતાનાં શિકાર નું માંસ તેને ભેટમાં આપવાં લાગ્યો અનેખેડૂત પણ તેને પોતાને ત્યાં બનતા માખણ-ચીઝ વગેરે આપવાંલાગ્યો. ટૂંક સમયમાં તો બંને ખૂબ સારા મિત્રો બની ગયાં.
એક પ્રાચીન ચીની કહેવત છે "ઉદારતા અને દયા એલોકોને પ્રભાવિત કરવાનો અને તેમને જીતી લેવાનો શ્રેષ્ઠ માર્ગ છે."
આવી જ એક પશ્ચિમી કહેવત આ મુજબ છે : "વિનેગારકરતાં મધ વડે વધુ માખી પકડી શકાય છે."
Subscribe to:
Posts (Atom)